fbpx
Monday, July 22, 2024

સુરતઃ કુરિયર ખોલીને જોયું તો પરિણીતા રહી ગઈ દંગ, જાણો શું નીકળ્યું

સુરતઃ બુટલેગરો પણ દારૂની હેરફેરી માટે અવનવી તરકીબ અજમાવી રહ્યા છે. સુરતમાં રહેતા એક યુવકના ઘરે આવેલા પાર્સલમાં કારખાનેદારનું સરનામું હતું. જે એડ્રેસ પર કુરિયરબોય ડિલિવરી કરીને જતો રહ્યો હતો. એક સાથે ચાર બોક્સ આવેલા જોઈને કારખાનેદારની પત્નીઓ એક બોક્સ ખોલ્યું હતું.

જેને જોઈને તે ચોંકી ગઈ હતી.

બોક્સમાંથી વિદેશી દારૂની 96 બોટલ નીકળતાં તેણે પતિને જાણ કરી હતી. જે બાદ બંનેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા ચારેય પાર્સલ દિલ્હી માર્ક એક્સપ્રેસથી 9 નવેમ્બરે મોકલાયાં હતાં. પાસર્લો પર કારખાનેદારના આધારકાર્ડની ઝેરોક્સ અને એક મોબાઇલ નંબર હતો. આ ફોન નંબર તેમનો નહીં પણ બીજાનો છે અને સ્વીચ ઓફ છે.

ઘણી વખત કુરિયર બોય ડિલિવરી કરતાં પહેલા ફોન કરતાં હોય છે અને આવા લોકો રસ્તામાં જ પાર્સલ લઈને સગવેગે કરી દેતા હોય છે. જોકે બુટલેગરોના કિમિયો જોઈને પોલીસ પણ ચોકીં ઉઠી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles