fbpx
Thursday, July 18, 2024

ક્રિકેટ / IND vs NZ: કાનપુરમાં મેચની શરૂઆત થતા જ તૂટશે 69 વર્ષ જૂની પરંપરા, પ્રથમ વખત બનશે આવું

  • 25 નવેમ્બરે કાનપુરમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે
  • 23મી આંતરરાષ્ટ્રીય મેચ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી
  • આ મેચમાં મેન્યુઅલ સ્કોરબોર્ડ જોવા નહીં મળે

મેન્યુઅલ સ્કોર બોર્ડ નહીં જોવા મળે

ગ્રાઉન્ડથી લઇ દર્શકોની બેસવાની વ્યવસ્થા અને એન્ટ્રીથી લઇને બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.

ફ્લડ લાઈટથી લઇને બ્રોડકાસ્ટરના કેમેરાના સેટઅપનું પણ રિહર્સલ થઇ ગયુ છે, પરંતુ આ મેચમાં ગ્રીન પાર્કમાં જે અધૂરૂ દેખાશે તે હશે ઐતિહાસિક મેન્યુઅલ સ્કોર્ડ બોર્ડ નહીં હોય.

ડીજીટલ સ્કોર બોર્ડનો ઉપયોગ

ખરેખર, ગ્રીન પાર્કમાં યોજાનારા ન્યુઝીલેન્ડ પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચમાં ફક્ત ડીજીટલ સ્કોર બોર્ડનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય મેચમાં ડીજીટલની સાથે-સાથે મેન્યુઅલ સ્કોર બોર્ડનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. મેચ દરમ્યાન આ સ્કોર બોર્ડ પણ આકર્ષણનું કેન્દ્ર રહેતુ હતુ. જેને વિશ્વનું સૌથી મોટું મેન્યુઅલ સ્કોર બોર્ડ માનવામાં આવી રહ્યું છે.

69 વર્ષ પહેલાં થઈ હતી શરૂઆત

આ સ્કોરબોર્ડને 1952માં એસએમ બશીર અને જગજીત સિંહે બનાવીને તૈયાર કરાવ્યું હતુ. જ્યારે 1957થી આંતરરાષ્ટ્રીય મેચમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles