fbpx
Wednesday, July 24, 2024

Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ EDને મળ્યા પુરાવા, વોટ્સએપ ચેટમાં થયો ચોંકાવનારો ખુલાસો !

Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા કેટલાક દિવસોથી મની લોન્ડરિંગને લઈને ચર્ચામાં છે. મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખર  સાથે જેકલીનની તસવીર વાયરલ થતા EDએ આ મામલે તપાસ તેજ કરી હતી.મળતા અહેવાલ મુજબ મુખ્ય આરોપી સુકેશે જેકલીનને મોંઘી ભેટ આપી હતી. ત્યારે EDને હાલ તપાસ દરમિયા જેકલીન ફર્નાન્ડિસ અને રાઈટર અદ્વૈત કલા વચ્ચેની વાતચીતના કેટલાક પુરાવા મળ્યા છે.

જેકલીન ફર્નાન્ડીઝની વધી મુશ્કેલી

કહાની ફિલ્મના રાઈટર અદ્વૈત કાલા અને અભિનેત્રી જેકલીન વચ્ચેની આ વાતચીત વોટ્સએપ પર થઈ હતી, જેની ચેટની વિગતો ED સામે આવી છે. આ ચેટમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. 31 જુલાઈના રોજ જેક્લિને રાઈટર અદ્વૈત કલાને એક વોટ્સએપ કર્યું હતું, જેમાં જેક્લિને અદ્વૈત કલાને તેના ઈમેલ આઈડી માટે પૂછ્યું હતું, આ સિવાય જેક્લિને એ પણ કહ્યું હતું કે ‘ હું કંઈક એવી ચર્ચા કરવા માગુ છું જે અમારા માટે સરળ બને’. ‘મેં જે કહ્યું તેની ભરપાઈ તે કરશે’.

વોટસઅપ ચેટમાં ચોંકાવનારો ખુલાસો

અદ્વૈતે કલાને બાદમાં જવાબ આપ્યો કે,’સારું મને કહો..આ પછી અદ્વૈતે જેકલીનને ગુરુગ્રામમાં  તેના ઘરનું સરનામું મોકલ્યું
ઉપરાંત અદ્વૈતે જેકલીનને મેસેજ કર્યો અને કહ્યું કે ‘અમે મંગળવાર અને બુધવારે શહેરની બહાર જઈ રહ્યા છીએ, તેથી તે આ બે દિવસ સિવાય ગમે ત્યારે આવી શકે છે.’

આ ચેટ બાદ જેક્લીન અને અદ્વૈતએ 1લી ઓગસ્ટ ફરીથી વોટ્સએપ પર ચેટ કરી હતી, જેમાં જેકલીને અદ્વૈતને મળવાની વાત કરી હતી.અને બાદમાં જેક્લીને ફરીથી અદ્વૈતને તેના ફ્લેટનું સરનામું પૂછ્યું હતુ.ત્યારે આ લેવડ દેવડની વોટસઅપ ચેટ સામે આવતા જેકલીનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

જેકલીને અદ્વૈતને  એક વેબ સિરીઝની સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું

તપાસ દરમિયાન ખબર પડી કે સુકેશના કહેવા પર જ જેક્લિને અદ્વૈતને પોતાના માટે એક વેબ સિરીઝની સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું હતું. આ સ્ક્રિપ્ટ અથવા સ્ટોરી માટે સુકેશ દ્વારા સ્ક્રિપ્ટ રાઈટર અદ્વૈત કલાને તેના ગુરુગ્રામ ફ્લેટમાં જેકલીન દ્વારા 15 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ પહોંચાડવામાં આવ્યું હતું, ત્યારબાદ EDએ અદ્વૈતનું નિવેદન પણ નોંધ્યું હતું.ત્યારે આ ચેટના ખુલાસાનને લઈને ED ફરીથી જેકલીને પુછપરછ માટે બોલાવી શકે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles