fbpx
Wednesday, July 24, 2024

Viral: પાણીપુરી સાથે આવો અત્યાચાર, વીડિયો શેર કરનારે કહ્યું તમારા જોખમે જુઓ

સ્વાદને નવો ટ્વિસ્ટ આપવા માટે ક્રિએટિવ બનવું અથવા ખોરાક સાથે ફ્યુઝન કરવું સારું છે. પરંતુ એક્સપેરિમેન્ટ નામે વાનગીઓ સાથે ચેડા બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તેવું લોકોનું કહેવું છે. હાલ સોશિયલ મીડિયા પર ‘મેગી પાણીપુરી’ એ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ વીડિયો જોયા બાદ લોકો માથું પકડીને કહી રહ્યા છે કે લાગે છે કે દુનિયાનો અંત નજીક છે. કારણ કે એક સમય હતો જ્યારે લોકો ગોલગપ્પા કે પાણીપુરી માટે ખાટા, મીઠા અને તીખા પાણીની પસંદગી કરતા હતા. પણ એક પાણીપુરીના ભાઈએ તો હદ વટાવી દીધી. આ લોકો પાણીપુરીમાં બટાકાને બદલે મેગી નાખીને લોકોને સર્વ કરી રહ્યા છે.

આ વીડિયો માત્ર 11 સેકન્ડનો છે, પરંતુ તેને જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે. આ જોઈને ઘણા ગોલગપ્પા પ્રેમીઓ આઘાતમાં છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આપણી પાણીપુરી સાથે કેવો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ગોલગપ્પા મસાલો, જે આપણને બધાને સૌથી વધુ ગમે છે. દુકાનદારે તેની સાથે ચેડા કર્યા છે. તમે જોઈ શકો છો કે ગોલગપ્પામાં બટાકાની જગ્યાએ મેગી ભરાઈ રહી છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

મેગી પાણીપુરીનો આ વીડિયો ટ્વિટર પર @Iyervval હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ખૂબ જ પરેશાન કરનાર અને ડિસ્ટર્બ કરનાર વીડિયો. દર્શકો આને પોતાના જોખમે જુએ!’ એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 74 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સિવાય ઘણા લોકોએ આ વીડિયો પર પોતાના ફીડબેક આપ્યા છે.

એક યુઝર કહે છે કે તે એટલું ખરાબ નથી. જો જોવામાં આવે તો, ફન્ટા મેગી, ગુલાબ જાંબુના ભજીયા અને ગુલાબ જાંબુના પરોઠા હજુ પણ ટોપ પર છે. ત્યારે અન્ય એક યુઝર કહે છે કે આ જોઈને, મારી ભૂખ મરી ગઈ છે. તેવી જ રીતે અન્ય એક યુઝર કહે છે કે આવી વસ્તુઓ જોવાથી ઉલ્ટી થાય છે. આ સિવાય કેટલાક યુઝર્સે આવા વેન્ડર્સ પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી છે. એકંદરે પાણીપુરીની આ ફ્યુઝન રેસીપી જોઈને લોકોના મોં બગડી ગયા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles