fbpx
Sunday, July 14, 2024

ઘરે જ ડીપ કન્ડિશનર બનાવો, નિર્જીવ અને નિસ્તેજ વાળને સિલ્કી અને સોફ્ટ બનાવો

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તંદુરસ્ત અને હેલ્ધી વાળ માટે તેમની કાળજી લેવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાળ પ્રત્યે બેદરકારીને કારણે વાળ શુષ્ક, ડલ થવા જેવી સમસ્યાઓ ઉભી થાય છે. જ્યારે આપણા વાળ સૂર્યના તાપ અને ધૂળના સંપર્કમાં આવે છે ત્યારે તેને ડેમેજ થતું હોય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે વાળનું ડીપ કન્ડીશનીંગ કરવું ખૂબ જરૂરી છે, જેનાથી તેમની સારી રીતે કાળજી લઈ શકાય. જો કે વાળનુ ડીપ કન્ડીશનીંગ કરાવવામાં પણ ઘણો ખર્ચ થાય છે. જેના કારણે ડીપ કન્ડીશનીંગ દરેક માટે શક્ય હોતું નથી. આવી સ્થિતિમાં તમારી પાસે ઘરે બનાવેલા કન્ડિશનર થી વાળને ડીપ કન્ડીશનીંગ કરવાનો એક સારો, કુદરતી અને સારો વિકલ્પ છે. વાળને આવી રીતે કરો ડીપ કંડિશનિંગ

1. દહીં સાથે ડીપ કંડિશનિંગ- વાળ ધોયા પછી તેમને સારી રીતે સુકાવી લો. ત્યાર બાદ દહીંનું પાણી વાળના મૂળથી છેડા સુધી સારી રીતે લગાવો અને ત્યારબાદ અડધા કલાક પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો. જો વાળ તૈલી હોય તો દહીં તમારા માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનાથી વાળની ​​ફ્રીઝીનેસ દૂર થાય છે સાથે જ વાળને પ્રોટીન પણ મળે છે.

2. ડીપ કંડિશનિંગ માટે શિયા બટર- તમારા વાળની ​​ગુણવત્તા ગમે તેવી હોય, અઠવાડિયામાં એકવાર ડીપ કન્ડીશનીંગ અચૂકથી કરવું જ જોઈએ. તમારા વાળના મૂળમાં શિયા બટરથી માલિશ કરો. જ્યારે આ તમારા વાળ પર સારી એપ્લાય થઈ જાય, ત્યારે વાળને ગરમ ટુવાલથી ઢાંકી દો. જો તમે ઈચ્છો તો તેના માટે બ્લો ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો. એક કલાક પછી વાળ ધોઈ લો અને કન્ડિશન કરો. તે રક્ષણની સાથે વાળને ચમક અને ભેજ આપે છે.

3. મેયોનીઝલ અને ઈંડાનો ઉપયોગ કરો- મોટાભાગના લોકોએ મેયોનીઝનો સ્વાદ ચાખ્યો હશે. વાળ માટે પણ આ મેયોનીઝ ફાયદાકારક છે. પહેલા તેમાં એક ઈંડું અને ઓલિવ ઓઈલ મિક્સ કરો પછી તેને તમારા વાળમાં સારી રીતે એપ્લાય કરો. શેમ્પૂ કર્યા પછી તેને તમારા વાળમાં લગાવો અને ગરમ ટુવાલથી ઢાંકી દો. અડધા કલાક પછી હુંફાળા પાણીથી વાળ સારી રીતે ધોઈ લો. આ વાળમાં ચમક લાવશે સાથે જ તમારા વાલનો ગ્રોથ પણ થશે.

4. એલોવેરાથી કરો ડીપ કંડિશનિંગ- એલોવેરા ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ સારું છે. એલોવેરાના પાનમાંથી તાજી એલોવેરા જેલ કાઢી તેને વાળના મૂળથી છેડા સુધી લગાવો. અડધા કલાક પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો. વધુ સારા પરિણામ માટે અઠવાડિયામાં એકવાર આવું કરો. તેનાથી વાળ તૂટતા અટકશે અને તે જાડા થઈ જશે. તેના ઉપયોગથી ડેન્ડ્રફથી પણ છુટકારો મળશે.

5. ડીપ કંડિશનિંગ માટે મધ- મધનો ઉપયોગ વાળ માટે ઘણી પ્રોડક્ટ્સમાં થાય છે. તમે એવોકાડો સાથે મધની પેસ્ટ બનાવી શકો છો અને તેને તમારા વાળમાં સારી રીતે લગાવવાથી ફાયદા થાય છે. આ પેસ્ટ લગાવ્યા બાદ 20 થી 30 મિનિટ પછી શેમ્પૂથી ધોઈ લો. તમે ઓલિવ ઓઈલ, કોકોનટ ઓઈલ સાથે મધ પણ મિક્સ કરી શકો છો. તેનાથી વાળમાં મોઇશ્ચરાઇઝિંગ વધે છે. વાળ પણ ગ્રેસફુલ લાગે છે.

6. ડીપ કંડિશનિંગ માટે ગ્રેપસીડ ઓઈલ- તમારા વાળ કેટલા મોટા કે નાના છે તે પ્રમાણે ગ્રેપસીટ એટલે કે દ્રાક્ષના બીજનુ તેલ ગરમ કરો. પછી આ તેલને તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવો અને તેને ગરમ ટૂવાલથી સારી રીતે ઢાંકી દો. થોડી વીર પછી વાળને શેમ્પૂ વડે ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળ ખરતા અટકે છે.

7. કેસ્ટર ઓઈલ કરશે ડીપ કંડિશનિંગ- કેસ્ટર ઓઈલ તેલ વાળ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આ તેલ તમારા વાળના પ્રમાણમાં લઈ અને તેને મૂળમાં સારી રીતે લગાવો. તેને આખી રાત વાળમાં રાખો. સવારે વાળને સારા શેમ્પૂથી ધોઈ લો. આ વાળને ફ્રીઝ ફ્રી અને મજબૂત બનાવે છે. આનાથી વાળ ધોવા માટે માત્ર હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. આમાંની કેટલીક રીતોથી તમે ઘરે બેસીને તમારા વાળમાં ડીપ કન્ડીશનીંગ કરી શકો છો. આ પદ્ધતિઓ ખૂબ જ સરળ, કુદરતી અને કેમિકલ ફ્રી છે. જેના કારણે વાળને કોઈપણ રીતે નુકસાન થતું નથી. આ માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નહીં પડે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles