fbpx
Sunday, July 14, 2024

શું ઠંડા પાણીથી નહાવાથી ખરેખર ફાયદો થાય છે? કારણો અને તારણો જાણીને તમે દંગ રહી જશો

પાણીનું જીવનમાં ખૂબ જ મહત્વ રહેલુ છે. પછી વાત પીવાના પાણીની થતી હોય કે પછી ન્હાવા માટેના પાણીની. આપણામાંથી મોટાભાગના લોકો ગરમ પાણીથી ન્હાવા ટેવાયેલા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ગરમ પાણી કરતા ઠંડા પાણીથી ન્હાવુ વધારે અસરકારક છે. આર્યુવેદમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે, ક્યારેય ગરમ પાણીથી સ્નાન કરવુ ન જોઈએ. ન્હાવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો જ હિતાવહ છે. કારણકે ઠંડા પાણીનું તાપમાન સામાન્ય રહે છે જેનાથી શરીરને કોઈપણ જાતનું નુકસાન નથી થતુ.

આદતોમાં આવે છે સુધારો
ઠંડા પાણીથી નહાવાથી તમારી આદતોમાં કેટલાક સુધાર આવી શકે છે. લોહીનું સારું પરિભ્રમણ, તણાવ ઓછો થવો, ઉત્સાહ અને સતર્કતા વગેરેમાં વધારો થાય છે. ઠંડા પાણીથી ન્હાવાની આદતથી તણાવ અને ચિંતા ઓછી થાય છે. સાથે જ વ્યાયામ બાદ માંસપેશીઓની મરમ્મતની વાત હોય કે ફેટ ઓછું કરવાની વાત હોય અથવા રોગ પ્રતિકાર શક્તિને મજબૂત બનાવવાની હોય તમામ બાબતે લાભ મળે છે.

વૈજ્ઞાનિક સંશોધનમાં આ વાત પુરવાર થઈ છે?
એક વાત સ્પષ્ટ છે કે શરીર ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી આપણને ધ્રુજારી છૂટી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ધ્રુજારી સિવાય ઠંડા પાણીથી ન્હાવામાં કોઈ આડ અસર નથી થતી જેથી શરીરને નુકસાન પહોંચે. શિયાળા દરમિયાન જો તમે ઠંડા પાણીથી ન્હાવામાં અસમર્થ છો, તો હુંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. પરંતુ માથું અને મોંઢુ તો ઠંડા પાણીથી જ ધોવુ જોઈએ. કારણકે, ગરમ પાણીથી માથુ ધોવામાં આવે તો, 123 પ્રકારના રોગો થવાની સંભાવના આયુર્વેદમાં વ્યક્ત કરવામાં આવી છે. અને આંખોને ગરમ પાણીથી ધોવાથી કફ થવાની શક્યતા રહેલી છે.

તણાવ અને ચિંતા
જોકે, આ અંગે કોઈ ક્લિનિકલ ટ્રાયલ નથી થયું જેમાં ખબર પડી શકે કે કોલ્ડ શાવર ચિંતા અને તણાવની સમસ્યા ઓછી કરી શકે છે. પરંતુ નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, ઠંડુ પાણી ચિંતા અને તણાવને દૂર કરવામાં કારગત સાબિત થઈ શકે. ઠંડા પાણીથી નહાવાથી શરીરના નુકશાનકારક રસાયણ અને સ્ત્રાવ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આથી વ્યક્તિ પોતાને તણાવરહિત અનુભવે છે.

રોગ પ્રતિકાર શક્તિ માટે?
ડૉક્ટર ક્રિસ વાન ટોલેકન અનુસાર આ ફાયદા મામલે એ કોઈ અંતિમ સાક્ષ્ય નથી. 2016માં પ્લૉસ વન પત્રિકામાં એક ડચ સંશોધન પ્રકાશિત થયું હતું. જેમાં ઠંડા પાણીથી ન્હાવાનાં પ્રભાવ વિશે જાણકારી અપાઈ હતી. તેમાં જાણવા મળ્યું કે 90 દિવસો સુધી દરરોજ ઠંડા પાણીથી નહાવાની આદતથી 29 ટકા લોકોમાં બીમારી ઘટતી હોવાનું તારણ મળ્યું હતું.

ત્વચાની સારસંભાળ
શિયાળામાં વાળ અને ત્વચા શુષ્ક થઈ જાય છે એટલા માટે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી તે વધારે શુષ્ક દેખાવા લાગે છે. આમ ન થાય એટલા માટે હંમેશા ઠંડા પાણીથી સ્નાન કરો. તેનાથી પોર્સ બંધ થઈ જશે અને ભેજ જળવાઈ રહે છે. શિયાળામાં ઘણી વખત માંસપશેયિઓમાં દૂખાવો થાય છે. એવામાં ઠંડા પાણીથી સ્નાન ફાયદો કરે છે.સ્ટડીમાં જણાવામાં આવ્યું છે કે ઠંડા પાણીનું શાવર લેવાથી યૂરિક એસિડ ઓછો થઈ જાય છે. સાથે જ તેનાથી એંટીઓક્સીડેન્ટની માત્રા પણ ઘણી બધી વધી જાય છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles