fbpx
Sunday, July 21, 2024

આજે જ આ એક મંત્રનો જાપ કરો, મળશે દરેક સમસ્યાનો ઉકેલ!

દર મહિનાની વદ પક્ષની ચતુર્થી તિથિ એ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ દિવસે ગણેશ ભક્તો વ્રત કરતા હોય છે. અને રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રદેવની પૂજા કરીને જ ભોજન ગ્રહણ કરતા હોય છે. ભગવાન શ્રીગણેશની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વ્રત સર્વોત્તમ મનાય છે. ત્યારે આજે તો સંકષ્ટી અને મંગળવારનો સુભગ સમન્વય સર્જાયો છે.

મંગળવારની સંકષ્ટી ચતુર્થી એ અંગારકી સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ એક ચતુર્થી કરવાથી બધી જ સંકષ્ટીનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. એટલું જ નહીં, આ ચતુર્થીએ માત્ર એક ગણેશમંત્રનો આસ્થા સાથે જાપ કરવાથી ભક્તોની સઘળી મનશાઓની પણ પૂર્તિ થઈ જતી હોય છે. ત્યારે આવો જાણીએ કે કયો છે આ ફળદાયી મંત્ર ? અને શું છે તેના અનુષ્ઠાનની સંપૂર્ણ વિધિ ?

મંત્રજાપની વિધિ

1. આજે સવારે નિત્યકર્મથી પરવારીને શ્રીગણેશ પૂજાનો સંકલ્પ લો.

2. શક્ય હોય તો દિવસ દરમિયાન માત્ર પાણી અથવા ફળ જ ગ્રહણ કરો.

3. સાંજે વિધિવત ભગવાન ગણેશજીની પૂજા કરો.

4. ગજાનનને દૂર્વા અને જાસૂદનું પુષ્પ અર્પણ કરો.

5. આજે વિઘ્નહર્તાને બુંદીના લાડુનો ભોગ અર્પણ કરો.

6. આસ્થા સાથે ।। ૐ ગં ગણપતયે નમ: ।। મંત્રનો જાપ કરો. વિઘ્નહર્તાનો આ અત્યંત સરળ મંત્ર છે. આમ તો મનશાની સિદ્ધિ અર્થે કુલ 2100 વખત આ મંત્રનો જાપ કરવાનું વિધાન છે.

7. અંતે આપની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરો.

એવું કહેવાય છે કે અંગારકી સંકષ્ટી ચતુર્થીએ ।। ૐ ગં ગણપતયે નમ: ।। મંત્રનો 2100 વખત જાપ કરવાથી વ્યક્તિના જીવનના તમામ સંકટ વિઘ્નહર્તા દૂર કરી દે છે. અને તેના ભક્તોને અંગારકી ચતુર્થીએ અપરંપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે. પરંતુ, જો તે શક્ય ન હોય તો 108 વખત મંત્રનો જાપ કરો. અને પછી દર મંગળવારે 108 મંત્રનું અનુષ્ઠાન કરો. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ એકદંતા ચોક્કસથી ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles