fbpx
Sunday, July 21, 2024

જો તમે પણ વધુ પડતું લસણ ખાઓ છો તો ધ્યાન રાખો, આ નુકસાન થઈ શકે છે

આમ જોવા જઈતો લસણને સારા ગુણોનો રાજા કહેવામાં આવે છે અને તેની સાથે સ્વાસ્થ્ય માટે પણ તે ખુબ જ ફાયદાકારક છે. લસણના ઉપયોગથી ભોજનમાં સ્વાદનો અનેક ગાણો વધારો થાય છે. અને સાથે જ ઈમ્યુનિટી પાવરને વધારવામાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેથી જ હવે તો દેશી ખાવામાં નહિં પરંતુ અનેક ફાસ્ટફૂડમાં લસણનો ઉપયોગ થવા લગ્યો છે. લસણ ખાવાથી થતા ફાયદાઓને કારણે લોકોએ તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવાની શરૂઆત કરી દીધી છે. અને ખાસ કરીને શિયાળાની ઋુતુમાં લસણ ખાવાનું લોકો વધારે પ્રસન્ન કરે છે. પરંતુ આ તમે બઘા લોકો જાણો છે કે, કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવાથી તેનાથી નુકશાન થાય છે અને લસણમાં પણ કંઈક એવું જ છે.

બ્લ્ડ પ્રેશર લો થવાની ભિતી

લસણનું વધુ પડતું સેવન કરવાથી તમારું બ્લડ પ્રેશર ઘટી શકે છે. જેમને પહેલાથી જ લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે લસણનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ.

મોઢા અને પરસેવામાંથી આવશે દુર્ગધ

લસણ ખાવાનો સ્વાદ ભલે સારો બનાવે છે પરંતુ તેની ગંધ એકદમ તીખી હોય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા મોઢામાં દુર્ગંધ આવી શકે છે. આટલું જ નહીં, કેટલીકવાર પરસેવાથી વધુ દુર્ગંધ પણ આવવા લાગે છે. આથી જેમને પહેલાથી જ મોઢામાંથી દુર્ગંધ આવવાની કે કોઈ કારણસર પરસેવાની સમસ્યા રહેતી હોય તો તેમણે લસણ વધારે ન ખાવું જોઈએ.

લસણમાં એસિડ હોય છે, જેના કારણે લસણના વધુ પડતા સેવનથી હાર્ટબર્ન પણ થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે, તેવા લોકોએ લસણનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. 

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles