fbpx
Monday, July 22, 2024

જો તમે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો આટલી વાર પાઠ કરશો તો તમને તાત્કાલિક લાભ મળશે!

આદ્યશક્તિ તો સૌના ઓરતાને પૂર્ણ કરનારી છે. કહેવાય છે કે જો દેવીના સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો તે સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવી આપનાર છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કઈ કામના માટે કેટલી સંખ્યામાં કરવો જોઈએ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ ? એટલું જ નહીં, સિદ્ધ કુંજિકા સ્તોત્ર સાથે કરવામાં આવતા ઉપાયથી પણ અમે આપને કરીશું માહિતગાર, કે જેના પ્રયોગથી ભક્તોની કામનાઓની ખૂબ જ ઝડપથી પૂર્તિ થતી હોવાની માન્યતા છે.

વિદ્યા પ્રાપ્તિ અર્થે

વિદ્યા પ્રાપ્તિ અર્થે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાંચ વાર પાઠ કરવો જોઈએ. અને તેની સાથે મુઠ્ઠી અક્ષત લઈ પોતાના પરથી 3 વાર ઉતારી પુસ્તકમાં રાખી દેવાથી દેવીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

યશ-કિર્તી અર્થે

યશ અને કિર્તીની પ્રાપ્તિ માટે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાંચ વાર પાઠ કરવો જોઈએ. પાઠ દરમિયાન પૂજામાં દેવીને અર્પણ કરેલ લાલ પુષ્પને, પૂજા પૂર્ણ થયા બાદ તિજોરીમાં રાખી દો. આવું કરવાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થવાની માન્યતા છે.

ધન પ્રાપ્તિ અર્થે

ધનની પ્રાપ્તિ અર્થે એટલે કે આર્થિક સંકડામણને દૂર કરવા માટે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો 9 વખત પાઠ કરવો જોઈએ. તેમજ અગ્નિમાં સફેદ તલનો હોમ કરવો જોઈએ. આ સરળ ઉપાયથી વ્યક્તિને ખૂબ જ ઝડપથી આર્થિક પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે.

કોર્ટ કચેરીથી મુક્તિ અર્થે

જો જીવનમાં કોઈ કોર્ટ કચેરીના પ્રશ્નો સતાવી રહ્યા છે તો વ્યક્તિએ સાત વખત સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કર્યા બાદ એક લીંબુ કાપી દો. તેના બે ભાગને બહાર અલગ અલગ દિશામાં ફેંકી દો. આ સરળ ઉપાયથી પણ વ્યક્તિને કોર્ટ કચેરીના પ્રશ્નોનું નિરાકરણ મળતું હોવાની માન્યતા છે.

દેવામાંથી મુક્તિ અર્થે

જો વ્યક્તિનું દેવું સતત વધી રહ્યું હોય તો વ્યક્તિએ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો સાત વખત પાઠ કરવો જોઈએ. સાથે જ અગ્નિમાં જવની 21 આહુતિઓ આપો.

ઘરની સુખ-શાંતિ અર્થે

ઘરની સુખ અને શાંતિ માટે સ્તોત્રના 3 વખત પાઠ કરો. અને મીઠું પાન દેવીમાને અર્પણ કરો.

સ્વાસ્થ્યની સુખાકારી અર્થે

જો કોઈ બીમારી છે તો સિદ્ધ કુંજિકા સ્તોત્રના 3 પાઠ કરવા જોઈએ. સાથે જ દેવીને લીંબુ ચઢાવો અને પછી તેનો ઉપયોગ કરી લો.

રોજગાર અર્થે

જો રોજગારના પ્રશ્નો સતાવી રહ્યા છે તો 3, 5, 7, 11 પાઠ કરી શકો. ઉપાય અર્થે એક સોપારી જગતજનનીને અર્પણ કરવી અને પાઠ બાદ તે સોપારીને પોતાની પાસે સાચવીને રાખવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles