fbpx
Sunday, July 14, 2024

ડબલ સિઝનમાં આ 9 વસ્તુઓ રાખો હાથમાં, તમને મળશે પરેશાનીઓમાં રાહત

ઋતુમાં થતા પરિવર્તનના કારણે આપણી ટેવો અને દિનચર્યામાં ઘણા ફેરફારોની કરવા પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો કોઈને પણ ફ્લૂ, ખાંસી અને શરદી, ગળામાં દુ:ખાવો થઈ શકે છે. આવી તકલીફો થાય ત્યારે રાહત મેળવવા શું કરવું જોઈએ? તે પ્રશ્ન ઘણાને સતાવે છે. જેથી અહીં મોસમી ફેરફારોમાં તકલીફોમાં રાહત મેળવવા માટે માટે કઈ વસ્તુઓ હાથવગી રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી છે.

આટલી વસ્તુઓ સાથે રાખવી જરૂરી

પેઈન કિલર્સ- પીડામાં રાહત આપતી દવાઓ તમારી મેડિકલ કીટમાં હોવી જ જોઈએ. ઋતુ બદલાય ત્યારે થતી મોટાભાગની તકલીફોમાં શરીરના દુ:ખાવો થાય છે. તેથી પેઈન કિલર્સ શરીરના દુ:ખાવાને ઓછો કરવા જરૂરી છે. અલબત્ત કિડનીની બીમારી અથવા ગેસ્ટ્રિક અલ્સર જેવી કેટલીક તબીબી સમસ્યાથી પીડાતા લોકોએ અને બાળકોએ પેઇન કિલર્સથી દુર રહેવું જોઈએ. પેઇનકિલર્સ લેતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.

નાકનો સ્પ્રે અને બામ- શરદીના કારણે નાકની સમસ્યા થઈ શકે છે. જેથી ડિકોન્જેસ્ટન્ટ નાકના સ્પ્રે ખૂબ મદદ કરી શકે છે. આ પ્રકારના સ્પ્રે તમારા નાકને ડિકોન્જેસ્ટ કરશે, જેથી તમને વધુ સારું લાગશે. બામને પણ હાથવગું રાખવું જોઈએ. તેને છાતી પર ઘસી શકો છો. તે શ્વસનમાર્ગને ખોલવામાં મદદ કરે છે.

સોર થ્રોટ લોઝેંગ્સ- સોર થ્રોટ લોઝેંગ્સ એ ઓટીસી દવા છે. જે ગળાના દુ:ખાવામાં ઝડપી રાહત આપે છે. જો કોઈને ફ્લૂનો ચેપ લાગે તો ગળામાં દુ:ખાવો એ એક સામાન્ય લક્ષણ છે. કોફસિલ્સ લોઝેંગ્સ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. તેમાં રહેલા એમિલમેટાક્રેસોલ અને ડાયક્લોરોબેન્ઝિલ આલ્કોહોલ ગળાના ચેપ સાથે સંકળાયેલા બેક્ટેરિયા અને વાયરસને મારી નાખે છે.

હેન્ડ સેનેટાઇઝર- હાથને સમયાંતરે સાબુ અને પાણીથી ધોવા જોઈએ. પરંતુ જ્યાં સાબુ અને પાણીની પહોંચ ન હોય ત્યાં હેન્ડ સેનિટાઇઝર રાખવું ઉપયોગી છે. તદુપરાંત, જ્યારે તમને છીંક આવે અથવા ઉધરસ આવે ત્યારે હંમેશાં તમારા હાથને સેનિટાઇઝ કરવા હિતાવહ છે. તમારી દેખરેખ રાખતા લોકોએ પણ તાવ માપ્યા પછી, કપાળને અડકયા પછી અથવા દવાઓ આપ્યા પછી તેમના હાથને સેનિટાઇઝ કરવા જોઈએ.

થર્મોમીટર- તાવનો અનુભવ થાય ત્યારે થર્મોમીટર જરૂરી છે. થર્મોમીટર તમને તાવ માપવામાં મદદ કરશે. તાવ વધે ત્યારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

માસ્ક- ફ્લૂનો ચેપ લાગ્યો હોય તેવી સ્થિતિમાં આસપાસના લોકો સાથે અંતર જાળવવું મહત્વપૂર્ણ છે. માસ્ક બીજાને ચેપ લાગતો અટકાવવામાં મદદ કરી શકે છે. તે તમારા મોં અને નાકને ઢાંકી દે છે, તેથી જો તમને છીંક અથવા ઉધરસ આવે તો તે જંતુઓ તમારા સુધી જ રાખશે અને ફેલાતા અટકશે.

હ્યુમિડિફાયર- હ્યુમિડિફાયર પાણીના નાના નાના ટીપાંને હવામાં ફૂંકીને હવાને ભેજવાળી રાખવામાં મદદ કરી શકે છે. સૂકી ઉધરસ હોય ત્યારે તે તમારા શ્વસનમાર્ગને ભેજયુક્ત રાખશે અને તમને પરેશાનીથી બચાવશે. સૂકી હવા કરતા ભેજવાળી હવામાં વાયરસની સંભાવના ઓછી છે. જેથી આ વસ્તુ મહત્વની છે.

ડિસઇન્ફેક્શન સ્પ્રે- તમારી આસપાસના જગ્યાને સ્વચ્છ અને સૂક્ષ્મજંતુ-મુક્ત રાખવી જરૂરી છે. ફ્લૂ એ હવાથી થતી બીમારી છે અને સૂક્ષ્મજંતુઓ તમારા નાક અને મોંમાંથી હવા દ્વારા મુસાફરી કરી શકે છે. તેથી વારંવાર સ્પર્શ કરવામાં આવતો હોય તેવી વસ્તુઓ અને સપાટીને સાફ કરવી હિતાવહ છે.

ટીસ્યુ- ફ્લૂથી પીડિત વ્યક્તિ માટે ટીસ્યુ આવશ્યક છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં ખાંસી અને નાક વહેતું હોય છે. સંક્રમણ ફેલાય નહીં તે માટે ઉધરસ ખાતી વખતે અથવા છીંકતી વખતે તમારા નાક અને મોંને ટીસ્યુથી ઢાંકી દો અને ઉપયોગમાં લીધા બાદ અલગ ડબ્બામાં ફેંકી દો. ત્યારબાદ તરત જ તમારા હાથને સેનિટાઇઝ કરો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles