fbpx
Monday, July 22, 2024

આ સરળ ઉપાય તમારું ભાગ્ય ચમકાવશે! જાણો જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલ રસપ્રદ ઉપાય!

જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણાં ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જેના કારણે જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે ! આ એવાં ઉપાયો હોય છે કે જેના વિશે ઘણા ઓછાં લોકો જાણતા હોય છે. કેટલાંક લોકો આ ઉપાયો વિશે માહિતગાર હોવા છતાં તેના પર વિશ્વાસ કરતા ગભરાતા હોય છે. પણ, કહે છે કે જો આસ્થા સાથે આ ઉપાયો અજમાવામાં આવે તો વ્યક્તિને તેની ઘણી બધી સમસ્યાઓથી રાહત મળી શકે છે.

આ એ પ્રયોગો છે કે જે વ્યક્તિને શારીરિક, માનસિક તેમજ આર્થિક સમસ્યાઓથી પણ છૂટકારો અપાવી શકે છે. નોકરી-ધંધા સંબંધી સમસ્યાઓનું નિરાકરણ પણ આ ઉપાયો થકી મળી શકે છે. ત્યારે આવો, તે વિશે વિગતે જાણીએ.

સરળ વિધિથી ભાગ્યોદય !

નિત્ય સવારે વહેલા ઊઠીને પોતાના બંને હાથની હથેળીના દર્શન કરીને તેને 3-4 વખત પોતાના ચહેરા પર લગાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હથેળીના ઉપલા ભાગમાં માતા લક્ષ્‍મી, વચ્ચે માતા સરસ્વતી અને નીચલા ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જેના નિત્ય દર્શન કરવાથી આપનું ભાગ્ય રાતોરાત બદલાઇ શકે છે !

નોકરીની પ્રાપ્તિ અર્થે

જો આપને નોકરી મળવામાં મુશ્કેલી થઈ રહી હોય તો શનિવારના દિવસે શનિ મંદિરમાં જઇને સરસવના તેલનો દીપ પ્રજવ્લિત કરવો. આ કાર્ય કરવાથી નોકરી સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળશે. સાથે જ શનિદેવના મંત્રનો જાપ કરવાથી શનિના દુષ્ટ પ્રભાવથી મુક્તિ મળશે. એ જ રીતે જો તમે વ્યવસાય કે ધંધો કરી રહ્યા હોવ તો આપના ધંધા કે વ્યવસાયના સ્થળ પર વ્યાપાર વૃદ્ધિયંત્રની સ્થાપના કરવી. આ યંત્રની સ્થાપના કરવાથી ધન લાભ થશે તેમજ આર્થિક નુકસાન જેવા સંકટ ટળી જશે. વ્યાપારમાં વૃદ્ધિ થવાના રસ્તાઓ ખુલી જશે.

પારિવારિક સુખ-શાંતિ અર્થે

આજના સમયમાં મોટા ભાગના પરિવારોમાં ઝઘડા અને કલેશનું વાતાવરણ રહેતું હોય છે. તેના સિવાય પણ દરેક જગ્યા પર નકારાત્મકતા ફેલાયેલી જોવા મળે છે. આ સમયે આપે ઘરમાં પોતા કરતી વખતે પાણીમાં મીઠાનો (નમકનો) ઉપયોગ કરવો જોઇએ. આ કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે અને ઘરના સભ્યો વચ્ચે પ્રેમ પણ વધવાની શક્યતા છે.

સંતાન પ્રાપ્તિ અર્થે

સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેએ સાથે રામેશ્વરમની યાત્રા કરવી જોઇએ. ત્યાં સર્પ પૂજન કરાવવું લાભદાયી માનવામાં આવે છે. તેનાથી પિતૃદોષ પણ દૂર થાય છે. એક એવી પણ માન્યતા છે કે પિતૃદોષના કારણે પતિ-પત્નીની સંતાન સુખની કામના પૂર્ણ નથી થતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી તમામ દોષ સમાપ્ત થાય છે.

માતા લક્ષ્‍મીની પ્રસન્નતા અર્થે

જો તમે તમારું નસીબ ચમકાવવાની ઇચ્છા રાખો છો તો દરરોજ કીડીઓને લોટ અને ખાંડ મિક્સ કરીને કીડીયારું પૂરવું જોઇએ. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઇએ. આ કાર્ય કરવાથી આપના પાપકર્મોનો નાશ થાય છે અને પુણ્યકર્મોમાં વધારો થાય છે. આ ઉપાય એકદમ અકસીર મનાય છે.

મનોકામના પૂર્તિ અર્થે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ સાંજના સમયે પીપળામાં દૂધ મિશ્રિત જળ અર્પણ કરવું જોઇએ. ત્યારબાદ ત્યાં દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરવો અને પોતાની મનોકામના રજૂ કરીને 5 પ્રદક્ષિણા કરવી જેનાથી આપની મનોકામના જલ્દી જ પૂર્ણ થશે.

કુંડળીના દોષ દૂર કરવા

જો આપની કુંડળીમાં રાહુ-કેતુ કે શનિ દોષ હોય તો રાત્રે જમવાનું બનાવતી વખતે બનેલી છેલ્લી રોટલી પર તેલ લગાવીને કાળા શ્વાનને ખવડાવવી. આ કાર્ય કરવાથી દરેક દોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ-શાંતિ પણ આવે છે. જો તે શક્ય ન હોય તો અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને તેમાં રોટલીના નાના નાના ટુકડા ઉમેરીને તે કાળા શ્વાનને ખવડાવી દેવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles