fbpx
Sunday, July 21, 2024

ઉનાળામાં ત્વચા સંભાળ માટે કાકડીઓ શ્રેષ્ઠ છે, આ રીતે ઉપયોગ કરો

આપણે સૌ કાકડી અથવા કકુંબરને સલાડના મેઈન ઈન્ગ્રિડિયન્ટ તરીકે ઓળખતા આવ્યા છીએ. આ સાથે જ તેનો ઉપયોગ ઉનાળાની ગરમીમાં શરીરમાં ઠંડક આપવા માટે પણ કરવામાં આવે છે. સ્લાઈસ્ડ કાકડી પર મીઠું – લીંબુનો રસ છાંટીને પણ તેને ખાવામાં આવતી હોય છે. કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો તો છે જ સાથે મિનરલ્સ અને ખૂબ જ પ્રમાણમાં પાણીની માત્રા પણ રહેલી છે જે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે. આમ કાકડી શરીર માટે અનેકરૂપમાં ફાયદાકારક છે. આ જ કારણે તેને ઉનાળામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ખાવા સિવાય પણ અન્ય રીતે કાકડી ફાયદાકારક નિવડી શકે છે. જી હાં, કાકડીનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. શરીરની જેમ જ જ્યારે ત્વચા પર કે ચહેરા પર પણ કાકડી લગાવવામાં આવે છે, ત્યારે તે ચામડીને ઠંડક આપે છે. આના ઉપયોગથી તમારી ત્વચા બ્રિધ કરે છે અને નવી કોશિકાઓ પણ વિકસીત થાય છે. કાકડીના અન્ય પણ ઘણા ફાયદા છે જેના વિશે તમે આ આર્ટિકલમાં માહિતી મેળવી શકો છો.

 • કાકડીમાં પાણીની માત્રા ખૂબ વધુ પ્રમાણમાં હોય છે, જે તમારી સ્કિનને હાઈડ્રેટ રાખે છે.
 • કાકડીના ઉપયોગથી તમે ઉનાળામાં ત્વચામાં આવતી શુષ્કતા અને પાણીની કમીને પૂરી કરી શકો છો.
 • આ સાથે જ કાકડીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે, જે પર્યાવરણ અને અન્ય બાહ્ય પરિબળોને કારણે થતા ત્વચાના નુક્શાનને અટકાવે છે.
 • કાકડીમાં વિટામિન A અને C જેવા કેટલાક જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, આ સાથે જ પોટેશિયમ અને બાયોટિન જેવા મિનરલ્સ પણ તેમાં હાજર હોય છે.
 • કાકડી તમારી ત્વચાને ડી-ટેન અને બ્રાઈટ બનાવવામાં ઉપયોગી છે.
 • આ સાથે જ કાકડીનો રસ ત્વચા માટે અક સારા કુદરતી ટોનર તરીકે કામ કરે છે.

એકંદરે કાકડી ત્વચાની સાર સંભાળમાં કેટલી મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. હવે જાણીએ કાકડીનો ઉપયોગ કરવાની કેટલીક રીત.

ચહેરા માટે કાકડીનો ઉપયોગ

ફેસપેક

કાકડી બેસ્ટ સ્કિન કેર ઈન્ગ્રિડિયન્ટ છે. કાકડીના સ્કિન કેર બેનિફિટ્સ મેળવવા માટે તે કાકડીના ટુકડાને સીધા જ ત્વચા પર લગાવી શકો છો. તમે ઘણી વખત લોકોને તેમની આંખો પર કાકડી લગાવતા પણ જોયા હશે. કાકડી એન્ટી રિંકલ ઈફેક્ટ આપે છે. જેથી આવું કરવામાં આવે છે. જો તમે નિયમિત તમારી આંખો અને ચહેરા પર કાકડી લગાવો, તો તમે સમયથી પહેલાની રિંકલ અટકાવી શકો છો. આ સાથે જ તે પફીનેસ પણ ઘટાડે છે.

 • કાકડીની છાલ કાઢ્યા વગર તેના ટુકડા કરી લો.
 • જરૂર જણાય તો આ ટુકડાઓને 10 મિનીટ સુધી ઠંડા કરવા માટે ફ્રીજમાં મુકી શકો છો.
 • આ બાદ તમે આ ઠંડા થઈ ગયેલા કાકડીના ટુકડાઓને આંખો સહિત આખા ચહેરા પર લગાવો.
 • હવે 15 થી 20 મિનીટ સુધી તેને ચહેરા પર રહેવા દો.
 • હવે સ્વચ્છ પાણી વડે તમારા ચહેરાને સાફ કરી લો.

કાકડી અને એલોવેરા ફેસ માસ્ક

એલોવેરા અને કાકડી બંને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેમના એપ્લિકેશનથી ઘણાબધા સ્કિન બેનિફિટ્સ મળે છે. એલોવેરા અને કાકડીને મિક્સ કરીને ચહેરા પર લગાવાથી સ્કિન બેનિફિટ્સ મળે છે. તેનાથી તમને એન્ટીએજિંગના લાભ તો મળે છે સાથે જ હાઇડ્રેશન, હીલિંગ અને રીજુવેશનનો લાભ પણ થાય છે.

 • એક જારમાં એલોવેરા અને કાકડીને સાથે નાખી તેને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરો.
 • ફેસવોશથી તમારા ચહેરાને સાફ કરો અને પછી આ પેક અપ્લાય કરો.
 • હવે 15 થી 20 મિનીટ સુધી તેને ચહેરા પર રહેવા દો.
 • સ્વચ્છ પાણીથી મોઢું ધોઈ અને સારુ મોશ્ચરીઝર અપ્લાય કરો.

કાકડી અને દહીં

જો તમારી ત્વચામાં ગરમી અને બળતરા અનુભવાય છે, તો તેને શાંત કરવા માટે દહીં અને કાકડીના ફેસમાસ્કનો ઉપયોગ કરી શકાય છે. સનબર્ન અને ગરમીને કારણે તમારી સ્કિનને ખૂબ જ નુક્શાન થાય છે. જો તમને સનબર્ન થયો હોય તો તમે આ માસ્કનો ડિટેન પેક તરીકે ઉપયોગ કરી શકો છો. આ માસ્ક તમારા ઓપનપોર્સ બંધ કરે છે.

 • દહીં અને કાકડીની એક સ્મૂધ કન્સીસ્ટન્સીની પેસ્ટ તૈયાર કરો.
 • હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો.
 • આ સિવાય તમે તેને શરીરના અન્ય ભાગો પર પણ લગાવી શકો છો.
 • 20 મિનિટ સુધી તેને ત્વચા પર લગાવી રાખો અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરી લો.
 • હવે ઓઈલ ફ્રી મોશ્ચરાઈઝર અપ્લાય કરો.

કન્ક્લુઝન- તમે કાકડીનો ફેસ પેક બનાવી શકો છો પરંતુ જો તમે દિવસભર કાકડીના સ્કિન બેનિફિટ્સ લેવા માંગો છો તો તમે ટોનર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. આ તમને તાજગી આપશે સાથે જ તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકશો. આ ટોનરમાં તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો અને સ્પ્રે બોટલની મદદથી સરળતાથી કેરી કરી શકો છો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles