fbpx
Sunday, July 21, 2024

કેળામાં ક્યારેય જીવાત કેમ લાગતી નથી? જાણો આ ફળના ગુણદોષ અને ઘણું બધું

દરે વર્ષે એપ્રિલ મહિનાના ત્રીજા બુધવારે વિશ્વ બનાના દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે 20 એપ્રિલ એટલે મહિનાનો ત્રીજો બુધવાર હોવાથી વિશ્વ બનાના દિવસની ઉજવણી કરવામાં આવી. પરંતુ આજે કેળા સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો તમારે જાણવી ખુબ જ જરૂરી છે. 

ક્યાંથી થઈ કેળાની ઉત્પતિ-
કેળા વિશ્વનું સૌથી જૂનું ફળ મનાય છે. એવું કહેવાય છે કે કેળાની ઉત્પતિ દક્ષિણ પૂર્વ એશિયાના મલેશિયા, ઈંડોનેશિયા અને ફિલિપિન્સના જંગલોમાં થઈ હતી. આજે પણ આ દેશોમાં અનેક પ્રકારની કેળાની જાત જોવા મળે છે. આ જાતમાંથી કેટલી ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તો કેળાનું અંગ્રેજી નામ બનાના આપવાનો ગૌરવ આફ્રિકાને મળ્યું છે. તો હિન્દિ શબ્દ કેળા અરબી શબ્દ ઉંગલી પરથી પડ્યું છે. 

1 હજારથી વધુ જાત છે કેળાની-
દુનિયાભરમાં કેળાની 1 હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જેના 50-50 જાતિના સમૂહ બનાવી શકાય છે. આ પ્રજાતિઓમાં કેટલીક મીઠી હોય છે. જેમાં ખાસ કરીને કૈવેન્ડિશ કિસ્મ જે સૌથી વધુ પસંદ કરવામાં આવતી જાત છે. જેનું નામ મૂસા કૈવેન્ડિશીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ જાતને સૌથી પહેલાં 1830માં યૂકેના ચૈટ્સવર્ષ હાઉસમાં ઉગાડવામાં આવી હતી.

ભારતમાં કેળાની કેટલી સ્વાદિષ્ટ જાત છે-
ભારતમાં લગભગ 33 જેટલી વેરાયટીઓ જોવા મળે છે. જેમાંથી માત્ર 12 પ્રકારના કેળા એવા હોય છે જે સ્વાદિષ્ટ હોય છે. જેમાં એલાયચી અને યેલક્કી કેળાનો સમાવેશ થાય છે. નાના કદના આ કેળા ખાવામાં ખુબ મીઠા અને પૌષ્ટીક હોય છે. તો નાના કદના Rasthali કેળા દક્ષિણ ભારત, બિહાર, ઝારખંડમાં ઉગાડવામાં આવે છે. આ સિવાય પણ પૂવન, ભિન્ડી કેળા, ભીમ કોલ, નંદન, થેલા, ચક્કરકેલી અને કર્પુરવલ્લી જેવી કેળાની જાત ખાવામાં મીઠી હોય છે. 

ડાયબિટીસમાં કેળા આપે છે રાહત-
ડાયબિટીસના દર્દીઓ માટે લીલા રંગના કેળા ખાવા વધુ હિતાવહ હોય છે. કેમ કે પાકેલા પીળા રંગના કેળાની સામે લીલા રંગના કાચા કેળામાં જીઆઈ ઓછું હોય છે. પાકા કેળા ખાઓ અને તમારા શરીરનું પોટેશિયમ લેવલ ઓછું હશે તો તમારા શરીરમાં ઓછું ઈંસુલિન બનશે. જેનાથી તમારું બ્લડ શુગર વધી શકે છે. 

કેળાના નકારાત્મ પ્રભાવ શું છે?
મોટા ભાગે કેળાની આડઅસર બહુ ઓછી હોય છે. જો કે કેટલાક કિસ્સામાં કેળા ખાવાથી પેટનું ફૂલવું, ગેસ, ખેંચાણ, નરમ મળ, ઉબકા અને ઉલટી થઈ શકે છે. મોટી માત્રામાં કેળા ખાવાથી લોહીમાં પોટેશિયમનું સ્તર વધી શકે છે. તો કેટલાક કિસ્સામાં કેળા ખાવાથી એલર્જીની ફરિયાદ પણ રહેતી હોય છે. 

શું આપણે રોજ કેળા ખાવા જોઈએ?
જો તમને અનુકળ આવે તો કેળા રોજ ખાઈ શકાય છે. કેળા ખાવાથી વજનને વધારવામાં અને પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરવામાં મદદ મળે છે. તમે દરરોજ 1 કે 2 કેળાનું સેવન કરી શકો છો. પરંતુ કેટલાક લોકોની શરીરની સ્થિતિ મુજબ કેળા નુકસાન કરતા  હોય તો ખાવાનું ટાળવું જોઈએ.

રાત્રે કેળા ખાવા કેટલા યોગ્ય?
આયુર્વેદમાં જણાવ્યા મુજબ કેળા ખાધા બાદ તરત ઊંઘી જવું હિતાવહ નથી. કેળા ખાઈને તરત ઊંઘવાથી તે લાળ પેદા કરી શકે છે. આ લાળના કારણે સૂવામાં તમારું ગળું બ્લોક થઈ શકે છે. કેળા ભારે ફળ હોવાથી તેને પચાવવામાં શરીરને સમય લાગે છે. આનું કારણ એ છે કે આપણું મેટાબોલિઝમ રાત્રે સૌથી ઓછું હોય છે.

શું કેળા ખાલી પેટ ખાઈ શકાય?
કેળાને સુપર-ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. ભારે ફળ હોવાથી ભૂખ સંતોસવી અને પાચન તંત્ર માટે કેળા સારા માનવામાં આવે છે. કેળામાં મોટી માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. જેથી ખાલી પેટે કેળા ખાવાથી આપણા લોહીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું સ્તર સંતુલિત થઈ શકે છે.

કેળામાં જીવાત કેમ નથી પડતી?
કેળાની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં ક્યારેય જીવાત નથી પડતી. કેળામાં સાયનાઈટ નામનું રાસાયણિક તત્વ હોય છે. જેના કારણે કેળામાં જીવાત ક્યારેય પડતી નથી. તો કેળામાંથી મળથા પોટેશિયમ, વિટામિન બી6, વિટામિન સી અને વિવિધ એન્ટીઓક્સીડેન્ટ્સ આપણા શરીરને ફિટ રાખે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles