fbpx
Sunday, July 14, 2024

જો તમારો પ્રેમ અથવા જીવનસાથી ગુસ્સે છે, તો તરત જ મનાવી લો, આ 4 ટિપ્સ તમને મદદ કરશે

ગુજરાતીમાં કહેવાય છે કે, ઘર હોય ત્યાં વાસણ ખખડે જ. પતિ – પત્ની વચ્ચે સમયાંતરે નાની મોટી તકરાર થતી જ હોય છે. આ તકરાર પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે. ક્યારે પાર્ટનરને પૂરતો સમય ન આપી શકાતો હોવાથી પણ નારાજગી વધે છે. તમે હવે તેમની દરકાર ન કરતા હોવાનું અનુભવાય તો પણ મનદુઃખ થઈ શકે છે. આવી સ્થિતિમાં પતિ – પત્ની કે પછી લવર્સ વચ્ચે તકરાર લાંબો સમય રહે તો મામલો ગંભીર બની શકે છે. જેથી પાર્ટનરની નારાજગી દૂર કરવી જરૂરી બની જાય છે.

આમ જુઓ તો તમારા પાર્ટનરના ગુસ્સામાં તમારા પ્રત્યે પ્રેમ છુપાયેલો હોય છે. તમે તેને મનાવશો તેવી તેઓ ઈચ્છા રાખે છે. આવા સંજોગોમાં લવ લાઈફ એકદમ ફ્રેશ રહે અને મનદુઃખ દૂર થાય તે માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો- આજની લાઈફસ્ટાઈલમાં પાર્ટનર એકબીજાને સમય નથી આપતા, જે કારણે મોટાભાગના સંબંધોમાં તણાવ જોવા મળે છે. ઘણીવાર પાર્ટનરની ફરિયાદ રહે છે કે, તમે તેમને સમય નથી આપતા. આવી સ્થિતિમાં બંને લાંબા વેકેશન પર કે લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો. એક બીજા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાથી પ્રેમમાં વધતું અંતર ઓછું થશે અને નવી હૂંફ તમારા સંબંધોને મજબૂત કરવાનું કામ કરશે. આ ક્વોલિટી ટાઇમમાં તમારે માત્ર એકબીજા સાથે એકબીજાની વાત કરવાની હોય છે, ઓફિસની વાત કરવાની નથી કે બીજી કોઇ ચર્ચા કરવાની નથી.

તે તમારા માટે સૌથી સ્પેશિયલ હોવાનો અનુભવ કરાવો- પાર્ટનરને કેવી રીતે ખુશ રાખવો તે બધા જ જાણતા હોય છે. પરંતુ બદલાતી જીવનશૈલી અને સમયના અભાવે તમારામાં રહેલી રોમેન્ટિક વ્યક્તિને ક્યાંક પાછળ છોડી દીધી છે. આવું કરશો નહિ. સંબંધોને મજબૂત બનાવવા માટે હંમેશા તમારા પાર્ટનરના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરો. તેનાથી સંબંધોમાં તાજગી અને ઉત્તેજના રહે છે. નાની નાની વાતોથી તેમને ખુશ કરવાનો પ્રયાસ કરો. તેમને ખાસ હોવાનો અહેસાસ કરાવો, કોઈ પણ સુખના અવસરે તેમને પ્રેમ કરો, તેમને ગળે લગાવો. જેથી તેમને પણ તમારી ખુશી અને સફળતાનો અહેસાસ થાય. તેમને મદદ કરવા માટે તૈયાર રહો અને અમુક વખત તમે તેમના માટે કંઈક ખાસ બનાવવાનો પ્રયાસ પણ કરી શકો છો. યાદ રાખો કે, પ્રેમી કે પ્રેમિકાના વખાણ કરવામાં કઈ ખરાબ નથી, તેથી તેના વખાણ કરવાની તક જતી ન કરો

સરપ્રાઇઝ ગિફ્ટ આપો- ગિફ્ટ મોટાભાગના લોકોને ગમે છે. પાર્ટનરને સરપ્રાઇઝ ગિફ્ટ મળે તો ખુશી કંઇક અલગ જ હોય છે. ખરેખર, ભેટસોગાદો એ તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો એક માર્ગ છે. તમારા લવ પાર્ટનરને ગિફ્ટ આપવા માટે કોઈ ખાસ પ્રસંગની રાહ ન જોવી જોઈએ. ક્યારેય સરપ્રાઇઝ ગિફ્ટ આપવાથી તમારો પ્રેમ વધશે. ભેટ મોંઘી ભલે ન હોય, પરંતુ તેમાં તમારો પ્રેમ અને તમારી લાગણીઓ હશે. તમની ખુશીમાં તમે પણ ખુશ થઈ જશો.

એકબીજાને સ્પેસ આપો- પ્રેમ સંબંધમાં હંમેશા તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખો અને આ વિશ્વાસના આધારે તેઓ તમારી પાસે પોતાની પર્સનલ સ્પેસની પણ ડિમાન્ડ કરે છે. સંબંધોને મજબૂત રાખવા માટે, તમારા જીવનસાથીને થોડી સ્પેસ આપવી મહત્વપૂર્ણ છે. તેમને વાતે વાતે ટોકવા જોઈએ નહીં. તેમને કંઈક કરતા રોકવું પણ ઠીક નથી. તેમના મિત્રો હોઈ શકે છે. તેઓ સાથે સમય પસાર કરવા માંગે તો તેમને આની સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ. પ્રેમ બંધનોમાં બંધાયેલો નહીં પણ, જેટલો મુક્ત હશે તેટલો સંબંધ લાંબો અને મજબૂત બનશે. જેથી તમારા પાર્ટનરના સારા મિત્ર બનવું પણ ખૂબ જરૂરી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles