fbpx
Monday, July 22, 2024

Weight Loss: વજન ઘટાડવા માટે આ ટિપ્સ અનુસરો

વજન ઘટાડવા માટે લોકો અનેક ઉપાયો કરતા હોય છે. તેમ છતાં પણ તેઓનું વજન ઘટતું નથી. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમ શરૂ કરે છે. તો વળી કેટલાક લોકો વજન ઘટાડવા માટેની દવા લેવાનું શરૂ કરે છે. તેમ છતાં વજન ઓછું થતું નથી. તો વળી ક્યારેક એવું પણ થાય છે કે વજન ઓછો તો થઈ જાય છે. પરંતુ થોડા સમય બાદ વજન વધી જાય છે. જેથી અમે આપને કેટલીક ટિપ્સ બતાવીએ કે જેનાથી તમે સટાસટ ચરબી ઘટાડી શકો છો. અને ફીટ પણ રહી શકો છો. અને જો તમે આ ટિપ્સ અપનાવશો તો તમારે જીમમાં જવાની કે પછી ટાઈટિંગ કરવાની કોઈ જરૂર નહિં રહે.

વજન ઘટાડવા માટેની ટિપ્સ:

સવારે ઉઠીને ગરમ પાણીમાં એક લીબું અને મધ નાખીને દરરોજ પીવું.

ત્યાર બાદ 1 કલાક પછી લાઈટ નાસ્તો કરવો.

દિવસ દરમિયાન 15 મિનિટ ચાલવાનું રાખવું

જો તમે જંક ફુડ ખાવ છો તો બીજા દિવસે આખો દિવસ લાઈટ જમવાનું રાખો.

તમારા રૂટિનમાં ખાંડ ખાવાની બંધ કરી દો

તેલ, ખાંડ અને માઠાંનું પ્રમાણ જમવામાં ઘટાડી દો.

ફ્રુટ અને વેજીટેબલનું પ્રમાણ વધારે રાખવું.

દિવસ દરમિયાન દહીં અને છાસનું પ્રમાણ વધારે રાખવું

મેંદો અને આથાવાળી વસ્તુ ખાવાનું ટાળો.

દિવસ દરમિયાન એકથી 2 વખત ગ્રીન ટીનું સેવન કરો.

જો ગ્રીન ટી ન લેવી હોય તો તમે આદુ-લીંબુ વાળી ચા પીવો.

સાંજે જમવાનું લાઈટ રાખો.

સાંજે જમવામાં શું ખાઇ શકો

ચણાના લોટના પુડલા

દલિયા

મમરા અને સલાડ

શાકભાજીનું સુપ

દહીં અને ફ્રુટ્સ

બટેટાનું સલાડ

ફ્રુડ દલિયા

વેજીટેબલ ખીચડી

આમ વજન ઘટાડવા માટે તમારા ડેઈલી રૂટીંગમાં આ ટિપ્સ અપનાવશો તો તમને 1 મહિનામાં જ પરિણામ જોવા મળશે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles