fbpx
Sunday, July 14, 2024

શું તમે ખીલથી પરેશાન છો? અહીં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે!

ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. તાપ વધતા શરીરની અંદરની સાથે બહારના રોગો પણ વધી રહ્યાં છે. સાંજ પડતા ઠંડક અને રાત્રે પવન આમ અસહ્ય ગરમી અને ભેજના વાતાવરણને કારણે શરીર પણ ખીલ અને ડાઘાની અનેક ફરિયાદો સામે આવે છે. સૂરજનો વધુ પડતો તાપ બધી કુદરતી ચમક છીનવી લે છે, ત્વચાને ઓઈલી અને ટેન કરે છે. સૂર્યપ્રકાશને કારણે ત્વચા માત્ર ટેન્સ જ નથી થતી પરંતુ ખીલ, ચામડી ફાટવી-કરચલી અને ડાઘ જેવી સમસ્યા થાય છે. ખીલ થવા એ સ્કીનની એક ખૂબ જ સામાન્ય સ્થિતિ છે.

ખીલ સામાન્ય રીતે ચહેરા, કપાળ, છાતી અને પીઠના ઉપરના ભાગમાં થાય છે. ખીલ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે, જેમાં નીચે જણાવેલ મુદ્દાઓનો સમાવેશ થાય છે. જિનેટિક્સ, હોર્મોન સ્તરોમાં વધઘટ, તણાવ, ભેજનું ઉચ્ચું પ્રમાણ. તેલયુક્ત અથવા ચીકણા પર્સનલ કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાંથી પણ ઘણી વખત આ સમસ્યા જોવા મળે છે.

શરીરના ખીલ કેવી રીતે થાય છે ? વાળના ફોલિકલ્સના ખુલ્લા ભાગ પર ઓઇલ અને મૃત ત્વચાના કોષો (ડેડ સેલ)થી ભરાઈ જાય છે અને અવરોધિત થઈ જાય છે. તેને કારણે ખીલ બની જાય છે. જો ભરાયેલા છિદ્રો બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત થાય છે, તો તે પિમ્પલ બનાવે છે અને ટોચ પર પરુ સાથે નાનો લાલ બમ્પ બને છે. ખીલ પાંચ પ્રકારનાં હોય છે. જેમાં વ્હાઇટહેડ્સ, બ્લેકહેડ્સ, પુસ્ટ્યુલ્સ, ફંગલ ખીલ, નોડ્યુલ્સ. ગરમી શરીરમાં ઓઈલનું ઉત્પાદનમાં વધારે છે, પરસેવો અને ભરાયેલા છિદ્રોને બહાર લાવી શકે છે. આ બધું ખીલને વધુ ખરાબ બનાવે છે. જોકે તમારી સ્કીનની દૈનિકચર્યાની સંભાળમાં માત્ર થોડા ફેરફારો કરતા ખીલને કાબૂમાં લઈ શકાય છે.

શરીરના ખીલની સારવાર કેવી રીતે કરવી ?
શરીરના ખીલ વ્યક્તિની પર્સનાલિટીની સાથે આત્મસન્માન અને આત્મવિશ્વાસ પર તકલીફ ઊભી કરે છે. તેથી અહિં અમે તમને ખીલમા રાહત માટે ટિપ્સ આપી રહ્યા છીએ.

1. તમારો સાબુ બદલો
ખીલ સામે રક્ષણ આપતા સોપ અપનાવો- સાબુ/બોડી વોશ સ્કીન અને સ્કીન પ્રોબલ્સ માટે મહત્વનું પરિબળ છે. તેથી સૌપ્રથમ તમારે ખીલ સામે રક્ષણ આપતા સાબુ અથવા બોડી વોશ અપનાવવાની જરૂર છે. બજારમાં અને સ્થાનિક કેમિસ્ટની દુકાનમાં પણ ઘણી બધી વેરાયટીઓ મળી રહેશે. જોકે, પ્રોડકટમાં સેલિસિલિક એસિડ અને બેન્ઝોયલ પેરોક્સાઇડ જેવા ઘટકો હોય તેનું ધ્યાન રાખો.

2. તમારી સ્કીનકેર રેજીમેનમાં એસ્ટ્રિજન્ટ ઉમેરો
એસ્ટ્રિન્જન્ટ્સ એ ત્વચાના ઉપરના સ્તરમાંથી વધારાનું તેલ દૂર કરવાની સરસ રીત છે, જે તમારી સ્કીનને મેટ બનાવે છે. સૂર્યની અતિશય ગરમીમાં તમારી સ્કીન કેર પદ્ધતિમાં એસ્ટ્રિજન્ટ ઉમેરો, જે રાહત આપશે.

3. ખીલને અડશો નહિ
શક્ય હોય તેટલું ખીલને અડતા ટાળો. આ સિવાય ખીલના પરૂને ચહેરા અથવા શરીર પર બીજે ક્યાંય ફેલાવતા અટકાવો અને જો તે જાતે જ થાય તો તેને સારી રીતે ધોઈ નાખો. અન્ય જગ્યાએ ચેપ ન લાગે તેનું ધ્યાન રાખો.

4. પરસેવા પછી શાવર લો
પરસેવો ખીલ અને બ્રેકઆઉટ્સમાં બળતરા કરી શકે છે તેથી વર્કઆઉટ કર્યા પછી અથવા ગમે ત્યારે તમને પરસેવો આવે ત્યારે તરત જ શાવર લઈ લો.

5. સારી સનસ્ક્રીનનો ઉપયોગ કરો
તમે ઘરમાં હોવ કે બહાર, બોડી પર સનસ્ક્રીન લગાવવું અત્યંત આવશ્યક છે, તમારુ બોડી સીધા સૂર્યના સંપર્કમાં આવે છે તેથી શરીર પર સનસ્ક્રિન લગાવવાથી ખીલ થતા અટકાવશે.

6. સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લો
તમારે સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર લેવો ખૂબ જ મહત્વનો છે, આ સીઝનમાં તમારે ગ્રીન્સ અને મોસમી ફળો ખાવા જોઇએ. જો તમારુ શરીર અંદરથી હેલ્થી હશે તો તમે બહારથી પણ હેલ્થી દેખાશો. શરીરને અંદરથી સ્વસ્થ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછા 7-8 કલાક સૂવું જરૂરી છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles