fbpx
Saturday, October 12, 2024

પત્ની ફક્ત એટલું જ બોલી કે…તાત્કાલિક જ તકરારનું કાયમી ધોરણે નિવારણ આવી ગયું…!!!😇😇

કામવાળી- બેન હું કાલથી કામે નહીં આવું..
બેન- શું કામ? પગાર ઓછો પડે છે ? સાહેબે કાઇં કીધું ?
કામવાળી- ના ના એવું કશું જ નથી..
મારો ઘરવાળો ના પાડે છે..
એ કહે છે બીજે ભલે કામે જા પણ ત્યાં તારે જવાનું નથી..
બેન- પણ કાઇં કારણ તો હશે ને ?
એમને ફોન લગાડ ..
હું વાત કરીશ..
બાઇ ફોન લગાડે છે..
બેન-કેમ ભાઇ તમે તમારી ઘરવાળીને મારે ત્યાં કામ કરવાની કેમ ના પાડો છો?
ઘરવાળો- બેન માફ કરજો અને ખોટુ ના લગાડતાં ..
પણ જે રીતે તમે તમારા ઘરવાળાને ઘઘલાવો છો ને એ જોઇને મારી ઘરવાળી બગડી છે…
તેણે પણ મને ઘઘલાવવાનું શરૂ કર્યું છે..
એ વધારે બગડે એ પહેલા મારે તમારા ઘરનું કામ છોડાવી દેવું છે… બસ.. 🤦‍♂️😆

પતિ પત્ની વચ્ચે બે કલાક સુધી ચાલેલી તકરાર બાદ… .
પત્ની ફક્ત એટલું જ બોલી કે…
જીતવું છે કે પછી શાંતિથી જીવવું છે ???
તાત્કાલિક જ તકરારનું કાયમી ધોરણે નિવારણ આવી ગયું…!!!
😇😇

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles