શિક્ષક : ચિંટૂ, મારા આ સવાલનો જવાબ આપ.
હું તને 2 બિલાડી આપું, પછી બીજી બે બિલાડી અને પછી બીજી બે બિલાડી આપું,
તો તારી પાસે કેટલી બિલાડી થાય??
ચિંટૂ : 7
શિક્ષક : 7 !!, ધ્યાનથી સાંભળ ચિંટૂ, હું તને પહેલા બે બિલાડી ,
પછી બે બિલાડી અને તેના પછી ફરી બે બિલાડી આપું છું સમજ્યો,
હવે બોલ કેટલી થાય?
ચિંટૂ : 7
શિક્ષણ : અરેરે.. જો બીજી રીતે સમજાવું. સાંભળ જો હું તમે બે સફરજન આપું,
પછી બીજા બે સફરજન આપું અને છેલ્લે બીજા બે સફરજન આપું તો કેટલા થાય??
ચિંટૂ : 6
શિક્ષક : જોયું…બહુ સરસ.. તે જ રીતે જો હું તને બે બિલાડી આપું,
પછી બે બિલાડી આપુ, અને પછી બે તો કેટલીક બિલાડી થાય…
બોલ..બોલ
ચિંટૂ : 7
શિક્ષક : ડફોળ, સફરજન 6 હોય તો બિલાડી 7 કેવી રીતે થાય
ચિંટૂ : (રોતા રોતા) પણ સર, મારા ઘરે પહેલેથી એક બિલાડી પાળેલી છે.
😅😝🤣😂🤪
શિક્ષક: તે કદી કોઇ સારું કામ કર્યું છે?
ચિંટૂ: હાં
શિક્ષક: કયું??
ચિંટૂ : એક વાર એક દાદાજી જતા હતા.
તેની પાછળ મેં કૂતરું છોડી દીધું.
દાદાજી જલ્દી ઘરે પહોંચી ગયા.
થયું ને સારું કામ…
😅😝🤣😂🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)