જેનાથી આપણે દુનિયા જોઈએ છે એ છે આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ આપણી આંખો. આંખો વગર જિંદગી નૂર અને રંગ વગરની થઈ જાય છે. એ પણ કહેવામાં આવે છે કે, આંખો બોલે છે. તે દિલની સ્થિતિ સંભળાવે છે. જો કે,આંખો તમારા દિલની સાથે સ્વાસ્થ્યની સ્થિતિ પણ કહી શકે છે. તમને જો યાદ હોય તો તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તે સૌથી પહેલા તમારી આંખને ચેક કરે છે. આંખોને જોતા જ અનેક સ્વાસ્થ્યની સમસ્યાઓની ખબર પડી જાય છે.ડૉક્ટરને પળભરમાં તે ખબર પડી જાય છે. પરંતુ જો તમે કેટલીક સામાન્ય વાતો જાણી લો તો તમને પણ તમારી આંખ સ્વાસ્થ્ય વિશે જે સંકેતો આપે તે ખબર પડી જશે.
કીકીનો આકાર
આંખની કીકી પ્રકાશની સામે તરત પ્રતિક્રિયા આપે છે. બહુ તડકો હોય તો આંખો નાની થઈ જાય છે અને ધુંધળી પરિસ્થિતિમાં નાની થઈ જાય છે. જો હવે તમારી કીકી સામાન્ય સ્થિતિમાં જે રીતે થાય છે એવી રીતે નાની મોટી નથી થતી તો એ સાવધાન થવાનો સંકેત આપે છે.જેમાં અલ્ઝાઈમર, દવાઓના દુષ્પ્રભાવ, નશીલી દવાઓનો ઉપયોગ, કોકેઈન અને એમ્ફેટેમિન જેવી ઉત્તેજક દવાઓના લક્ષણ હોય શકે છે. તેનો ઉપયોગ કરવામાં ફેલાયેલી કીકી સામાન્ય છે. જે હેરોઈનનો ઉપયોગ કરતા હોય તેમની કીકી નાની જોવા મળે છે.
આંખનો કલર બદલાવો
આંખનો કીકીની આસપાસનો સફેદ ભાગ હોય છે તેના રંગમાં ફેરફાર થાય તો કોઈ ગરબડ હોય શકે છે. વધુ શરાબ કે નશીલી દવાઓનું સેવન કરો તો આંખો લાલ કે એવી થઈ શકે છે, જેથી લાગે કે તેમાં લોહી ઉતરી આવ્યું છે. આ આંખ ખંજવાળવાનું કે સંક્રમણનું કારણ પણ હોય શકે છે. જો કે તે થોડા દિવસમાં ઠીક થઈ જાય છે. જો આ તકલીફ લાંબા સમય સુધી રહે તો તે ગંભીર સમસ્યા હોય શકે છે. લાલ આંખો ગ્લૂકોમાં તરફ ઈશારો કરે છે. આ એક એવી ખતરનાક બીમારી છે જેથીના વ્યક્તિને અંધાપો આવી શકે છે. અને જો આંખોની કીકીની આસપાસનો ભાગ પીળો થઈ જાય તો તે કમળો અને બીમાર લીવરનો સંકેત માનવામાં આવે છે.
લાલા ધાબા
આંખના સફેદ ભાગમાં લાલ ધાબા નાની સ્થાનિક રક્તવાહિનીના ફાટવાનો સંકેત હોય શકે છે. જો કે, તેનું કોઈ સ્પષ્ટ કારણ નથી હોતું અને તે થોડા દિવસોમાં જતું રહે છે. જો કે તે હાઈબીપી, ડાયાબીટીસ જેવી બીમારીઓનો સંકેત હોય શકે છે. એસ્પિરિન જેવી દવાઓ પણ તેનું કારણ હોય શકે છે.જો લાંબા સમય સુધી આ લાલ ધાબા રહે તો તે દવાના ડોઝની સમીક્ષા કરવી જોઈએ.
કોર્નિયાની આસપાસ કુંડાળું
જો તમારા કોર્નિયાની આસપાસ સફેદ કે ભૂરા રંગનું કુંડાળું જોવા મળે તો તે વધુ કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગના વધતા જોખમ સાથે જોડાયેલું હોય છે. તે શરાબના સેવન સાથે પણ જોડાયેલું છે. ચિકિત્સા ક્ષેત્રની ભાષામાં તેને આર્કસ સેનિલિસ કહેવામાં આવે છે.
ઉપસેલી આંખો
ઉપસેલી આંખો ચહેરાનો ભાગ હોય શકે છે, પરંતુ જ્યારે આંખો પહેલા ઉપસેલી નહોતી અને અને આગળ નિકળવા લાગે છે, ત્યારે તેનું ચોખ્ખું કારણે થાયરોઈડ ગ્રંથિને લગતી સમસ્યાઓ છે અને તેમાં તરત ડૉક્ટરની સલાહ લેવાની જરૂર હોય છે. ઉપસેલી આંખો ઈજા, ચેપ અથવા તો આંખની પાછળ થયેલી ગાંઠના કારણે હોય શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)