પતિ : ડાર્લિંગ, કાલે સવારે તું મારી સાથે યોગા ક્લાસમાં આવશે?
પત્ની : તમે કહેવા શું માંગો છો? હું શું જાડી થઇ ગઈ છું?
પતિ : અરે એવી વાત નથી, ના આવવું હોય તો ના આવતી.
પત્ની : તમે કહેવા શું માંગો છો? હું આળસુ છું?
પતિ : તું મને ગુસ્સે કેમ કરી રહી છે?
પત્ની : હવે તમને લાગે છે કે, હું હંમેશા ઝગડતી રહું છું.
પતિ : અરે મેં એવું ક્યારે કહ્યું?
પત્ની : સારું એટલે કે, હું ખોટું બોલી રહી છું.
પતિ : સારું, હું પણ નથી જવાનો.
પત્ની : હવે સમજી હું, ખરેખર તમે પોતે મને લઇ જવા માંગતા ન હતા,
અને હવે બહાના બનાવી રહ્યા છો.
તમારું તો કાયમ માટે આવું જ કામ છે.
બધી ભૂલ મારી જ છે.
પત્ની બસ સતત પતિને ખીજાતી રહી, અને
પતિ બિચારો ચુપચાપ બેસી આખી રાત એ વિચારતો રહ્યો કે,
ખરેખર તેણે એવું શું પૂછી લીધું જે તેની આ હાલત કરી દેવામાં આવી.
😅😝😂😜🤣🤪
ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ : થોભો, થોભો.
છોકરી : શું થયું ભાઈ?
મેં તો હેલ્મેટ પણ પહેર્યું છે.
ટ્રાફિક પોલીસ : એટલે જ તો,
તમે કારમાં બેઠા છો.
તમારો ‘આ-લ્કો-હો-લ ટેસ્ટ’ કરવો પડશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)