ન્યાયાધીશ : તારે છૂટાછેડા કેમ જોઈએ છે?
પતિ : ન્યાયાધીશ સાહેબ,
મારી પત્ની મારી પાસે લસણ છોલાવે છે,
ડુંગળી કપાવે છે અને વાસણો ઘસાવે છે.
ન્યાયાધીશ : એમાં શું વાંધો છે?
લસણને થોડું ગરમ કર એટલે તે સહેલાથી છોલાઈ જશે,
ડુંગળીને કાપતા પહેલા ફ્રીઝમાં રાખજે,
તો તે કાપતી વખતે આંખો બળશે નહીં,
વાસણો ધોવાના 10 મિનિટ પહેલા,
તેને આખા ભરેલા ટબમાં મૂકી દો,
તે સરળતાથી સાફ થઈ જશે.
પતિ : સમજી ગયો નામદાર. મારી અરજી પાછી જ આપી દો.
😅😝😂😜🤣🤪
ટ્રેનમાં એક મહિલા
પોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,
દીકરા જલ્દી ખીર ખાઈ લે,
નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.
કાકાથી રહેવાયું નહિ એટલે છેવટે બોલ્યા;
બહેન… જલ્દી કરો,
તમારી ખીરના ચક્કરમાં
હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)