એક છોકરાને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો,
મોડી રાત્રે પણ તે છોકરીને ફોન કરતો હતો.
એક દિવસ છોકરીની મમ્મીએ
ફોન ઉપાડી લીધો.
છોકરો ગભરાઈને બોલ્યો : આંટી પાયલ છે?
આંટીએ તરત જ જવાબ આપ્યો : હા,
બંને પગમાં છે અને ચપ્પલ પણ છે,
ખાવી હોય તો જ બીજી વખત ફોન કરજે.
😅😝😂😜🤣🤪
ત્રીજા ધોરણનો બાળક બોલ્યો,
મેડમ હું તમને કેવો લાગુ છું?
મેડમ : સો સ્વીટ.
બાળક પોતાની બાજુમાં બેસેલા બાળકને બોલ્યો,
જોયું,
મેં કીધું હતું ને કે આ ટીચર મને ખુબ પસંદ કરે છે.
😅😝😂😜🤣🤪
માસ્તરે પરિક્ષામાં
ચાર પાનાનો નિબંધ લખવા માટે આપ્યો.
વિષય હતો, “આળસ શું છે?”
પપ્પુએ ત્રણ પાના ખાલી છોડીને
ચોથા પાના પર મોટા અક્ષરે લખ્યું,
આને કહે છે આળસ.
😅😝😂😜🤣🤪
પિંકીએ પોતાની સાસુને કહ્યું,
જુઓ સાસુ માં,
બાળકને ઉછેરવાનો તમારો અનુભવ ભલે વધારે હોય,
પણ રિઝલ્ટ સારું નથી.
તમે મોટા કરેલા બાળક સાથે હું ૩ મહિનાથી રહું છું,
અને કસમથી તેને સુધારવાની ઘણી જરૂર છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)