નીતિન : તારી આંખ કેમ સોજી ગઈ છે?
સચિન : કાલે મારી પત્નીનો જન્મ દિવસ હતો
તો હું તેના માટે કેક લઈને ગયો હતો.
નીતિન : પણ તેનું આંખ સાથે શું લેવાદેવા?
સચિન : ઘરે જઈને
બધાની સામે કેકનું બોક્સ ખોલ્યું
ત્યારે ખબર પડી કે દુકાનદારે
‘હેપ્પી બર્થડે તપસ્યા’ ની જગ્યાએ
‘હેપ્પી બર્થડે સમસ્યા’ લખી દીધું હતું.
😅😝😂😜🤣🤪
રાજુ દિલ્લીમાં એક મેળામાં ગયો હતો,
ત્યાં જાહેરાત થઈ, એક બચ્ચા મિલા હૈ,
જિન કા હૈ, વહ ઇન્ક્વાયરી કાઉન્ટર પર આકર લે જાયે.
રાજુ ભાગતો ભાગ્યો ગયો અને બોલ્યો,
મુઝે ભી દિખાઓ ‘જિન કા બચ્ચા’ કેસા હોતા હૈ.
મેળાના આયોજકો અને બાળકના માતા પિતાએ રાજુને ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪
ચિન્ટુ સ્કુલમાં 1 કાળો અને 1 સફેદ બુટ પહેરીને ગયો.
ટીચર : ઘરે જા અને બુટ બદલીને આવ.
ચિન્ટુ : કોઈ ફાયદો નથી ટીચર,
ત્યાં પણ 1 કાળો અને 1 સફેદ બુટ જ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)