fbpx
Sunday, January 5, 2025

શ્રીમંત: તારે મારા ઘરે આવવું પડશે, મારે મારી પત્ની સાથે તારો પરિચય કરાવવો છે.😅😝😂😜🤣🤪

એક દિવસ રામલાલ રસ્તાની બાજુમાં બેસીને પથ્થરો તોડી રહ્યો હતો.
અને પછી અચાનક જ તે હવામાં 2-3 ફૂટ ઉંચો ઉછળ્યો અને
પછી તેણે 5-7 વાર ગુલાંટ ખાધી.
તે પછી જમીન પર આળોટીને નાગિન ડાન્સ કરતા કરતા
જોરથી મોં માંથી સતત વિચિત્ર અવાજો કરવા લાગ્યો.
ત્યાં થોડે દૂર ઊભેલો એક માણસ આ આખું દ્રશ્ય જોઈને
ખૂબ ખુશ થઈ રહ્યો હતો.
તે માણસને રામલાલનું આ પરાક્રમ એટલું ગમી ગયું કે
તેણે તેને પાંચસો રૂપિયા આપ્યા અને
તેને એકવખત ફરી એવું જ કરવાનું કહ્યું,
જેથી તે તેના મોબાઈલ ફોનથી તેનો વીડિયો બનાવી શકે.
રામલાલે કહ્યું : નાલાયક,
500 શું 5000 આપશે તો પણ હું મારી આંગળી પર હથોડો નહીં મારું,
અહીં મારો જીવ અધ્ધર થઇ ગયો હતો, અને
તને વિડીયો બનાવવાની પડી છે.
😅😝😂😜🤣🤪

એક ભિખારી એક શ્રીમંત વ્યક્તિની કાર પાસે ગયો અને કહ્યું,
મને ખાવા માટે કંઈક આપો, સાહેબ.
શ્રીમંત : હું તમને બીયર આપીશ.
ભિખારી : હું બીયર નથી પીતો.
શ્રીમંત : તો આ સિગારેટ પી.
ભિખારી : હું સિગારેટ નથી પીતો.
શ્રીમંત : ઠીક છે. ચાલ તો તને કેસિનોમાં લઈ જાઉં.
ભિખારી : હું જુગાર-નથી રમતો.
શ્રીમંત : તો મારી આ કાર લઇ લે.
ભિખારી : મને કાર કેવી રીતે ચલાવવી તે આવડતું નથી.
શ્રીમંત : હું તને ગર્લફ્રેન્ડ બનાવી આપીશ.
ભિખારી : હું ફક્ત મારી પત્નીને પ્રેમ કરું છું.
શ્રીમંત : ઠીક છે. હું તને ભોજન આપીશ. પણ તારે મારા ઘરે આવવું પડશે.
મારે મારી પત્ની સાથે તારો પરિચય કરાવવો છે.
ભિખારી : કેમ?
શ્રીમંત : મારે તેને દેખાડવું છે કે જે માણસ સિગારેટ, બીયર નથી પીતો,
જે માણસ જુગાર નથી રમતો અને જેની ગર્લફ્રેન્ડ નથી તેની કેવી હાલત થાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles