એકવાર એક શાળામાં આગ લાગી.
તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા.
બધા ખૂબ ખુશ હતા,
પરંતુ એક બાળક ખૂબ ઉદાસ થઈને
શાળાએથી જઈ રહ્યો હતો.
વાલીએ તેને પૂછ્યું : બધા બાળકો ખૂબ ખુશ છે,
પણ તું ઉદાસ કેમ છે?
બાળકે કહ્યું : શાળા તો આગથી બળી ગઈ.
પણ શિક્ષકો બધા બચી ગયા.
કાલે તેઓ મેદાનમાં બેસીને ભણાવવાનું શરૂ કરી દેશે.
😅😝😂😜🤣🤪
પરીક્ષા આપતી વખતે
એક વિદ્યાર્થી એકદમ ટેંશનમાં બેઠો હતો.
શિક્ષક : તું કેમ પરેશાન છે?
વિદ્યાર્થી ચૂપ રહ્યો.
શિક્ષક : શું તું તારી પેન ભૂલી ગયો છે?
વિદ્યાર્થી ફરી ચૂપ રહ્યો.
શિક્ષક : શું થયું રોલ નંબર ભૂલી ગયો?
વિદ્યાર્થી ફરી ચૂપ રહ્યો.
શિક્ષક : શું તું કેલ્ક્યુલેટર ભૂલી ગયો છે?
વિદ્યાર્થી : અરે ચૂપ રહે મારી માં.
અહીં હું ખોટા વિષયની કાપલી લઇ આવ્યો છું અને
તમને પેન-કેલ્કયુલેટરની પડી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)