સાંજનો સત્સંગ સમાપ્ત કરીને ઘર તરફ પ્રસ્થાન કરી રહેલા સુખકારી બાબાને છગને પ્રણામ કર્યા અને કહ્યું,
છગન : સ્વામીજી પાય લાગુ.
સુખકારી બાબા (આશીર્વાદ આપતા) : સુખી રહો.
છગન : સ્વામીજી મારે એક પ્રાયશ્ચિત કરવું છે.
સુખકારીબાબા : બોલ વત્સ, શેનું પ્રાયશ્ચિત કરવું છે? નિર્ભય થઈને વાત કર.
છગન : આજે બપોરે મેં ચાર ડઝન હાફૂસ કેરીના કરંડિયાની ચોરી કરી છે.
સુખકારીબાબા : હરિ હરિ, હરિ હરિ હવે શું કરવા માંગે છે?
છગન : હું એ કરંડિયા આપને આપવા માંગુ છું.
સુખકારીબાબા : હરિ હરિ, હરિ હરિ, મને એ બિલકુલ ના ખપે. એમ કર જેના છે એને પાછા આપી દે.
છગન : મેં કોશિશ કરી પણ એમણે લેવાની ના પાડી.
સુખકારીબાબા : જો એમજ હોય તો તારું પ્રાયશ્ચિત થઈ ગયું સમજ. હવે તું જ ખાઈને મજા કર.
છગન : જેવી આજ્ઞા બાબાજી.
બાબા જયારે ઘરે પહોંચ્યા ત્યારે તેમના પત્ની બારણાં પાસે રાહ જોઈને ઉભા હતા.
બાબાની પત્ની : સ્વામી આજે બપોરે હું વામકુક્ષી કરતી હતી ત્યારે ખૂણામાં પડેલો કેરીનો કરંડિયા કોઈ ચોરી ગયું.
બાબા બેભાન થઈ ગયા.
😅😝😂😜🤣🤪
છગન : સ્વામીજી, એવી પત્નીને શું કહેવાય છે,
જે ગોરી હોય, લાંબી હોય,
હોંશિયાર હોય, પતિને સમજી શકતી હોય,
ક્યારે પણ ઝગડો કરતી ના હોય?
સુખકારી બાબા : તેને બેટા મનનો વહેમ કહેવાય છે,
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)