60 મી એનિવર્સરીની ઉજવણી પર
પતિની આંખમાં આંસુ જોઈ પત્નીએ તેનું કારણ પૂછ્યું.
પતિ : તને યાદ છે આજથી 60 વર્ષ પહેલાં
હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો હતો.
પત્ની : હા. પણ એમાં તો ખુશ થવું જોઈએ ને?
પતિ : તે દિવસે તારા પપ્પાએ મને પકડી લીધો અને
કહ્યું હતું કે
તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો
તને જેલભેગો કરી દઈશ.
પત્ની : હા યાદ છે. પણ એમાં રડવાનું શું?
પતિ : હું તે દિવસે કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.
😅😝😂😜🤣🤪
લગ્નના ચોથા વર્ષે,
પતિ : આજે કંઈક નવું કરીએ.
આજે મૂવી જોવા જઈએ?
પત્ની : ડાર્લિંગ મારે કોઈ હોરર ફિલ્મ જોવી છે.
પતિ : ઓકે,
કબાટમાંથી આપણા લગ્નની સીડી કાઢ.
બસ પછી છોકરાઓ અને પાડોશીઓએ
મફતમાં ફિલ્મ જોઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)