ગઈકાલે એક નવા નંબર પરથી ફોન આવ્યો.
મેં ફોન ઉપાડ્યો અને કહ્યું : હા, કહો.
સામેથી કોઈ સ્ત્રી ગુસ્સામાં બોલી : સવારે નાસ્તો કર્યા વગર ઓફિસ કેમ ગયા?
કેટલી વાર કહ્યું છે કે રાતના ઝગડાને સવારમાં ભૂલી જવા, પણ તમે સમજતા કેમ નથી.
આજે તમે ઘરે આવો પછી સારી રીતે તમારી ખબર લઉં છું.
હું સ્પષ્ટ કહું છું કે,
જો મને બાળકોની ચિંતા ન હોત તો ક્યારનીય તમારાથી દૂર જતી રહી હોત.
તે સ્ત્રી ગમે તેમ બોલી રહી હતી અને હું આશ્ચર્ય ચકિત થઈને વિચારી રહ્યો હતો કે
આ નિર્દોષ સ્ત્રી કોણ છે જે મને પોતાનો પતિ માનીને મારો ક્લાસ લઈ રહી છે.
અને મારે તો દૂર દૂર સુધીનું સગાઇના પણ કોઈ સંકેત દેખાતા નથી.
જ્યારે તે સ્ત્રીએ બોલવાનું બંધ કર્યું ત્યારે મેં કહ્યું : શ્રીમતી,
તમે કદાચ ખોટા નંબર પર ક્લાસ લઇ લીધો.
પણ હું તમારો આભારી છું કે મારા લગ્ન થયા ન હોવા છતાં
તમે થોડી વાર માટે મને પરણેલા હોવાનો અનુભવ કરાવ્યો.
પછી તે સ્ત્રીએ કહ્યુ : મારા લગ્ન પણ હજી બાકી જ છે.
હમણાં જ મારા લગ્ન નક્કી થયા છે, તો મારી ભાભીએ કહ્યું કે
તું કોઈપણ નંબર ડાયલ કર અને તેને ખંખેરી નાખ.
તેનાથી પ્રેક્ટિસ પણ થશે અને હૃદયને સંતોષ પણ મળશે.
😅😝😂😜🤣🤪
શેરબજારમાં લોસ ખાઈને બેસેલો પતિ
પોતાની જાડી પત્ની તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો,
પછી તેણે મનમાં વિચાર્યું કે,
મારા જીવનનું આ એકમાત્ર એવું રોકાણ છે,
જે જોત જોતામાં ત્રણ ગણું થઇ ગયું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)