પિન્ટુ સવારે સાડીની દુકાને ગયો.
દુકાનદાર પૂજા કરી રહ્યો હતો.
પિન્ટુએ કહ્યું : બહાર પેલા શો કેસમાં પૂતળાને સુંદર સાડી પહેરાવી છે લઇ આવો.
દુકાનદાર : તે સાડી ખુબ જ મોંઘી છે. 50,000 રૂપિયાની છે.
પિન્ટુ : પૈસાની ચિંતા ના કરો. તમે તરત જ એ સાડી કાઢો.
દુકાનદારે સાડી કાઢી.
પિન્ટુ : હવે તેને ઘડી કરો.
દુકાનદારે સાડીને ઘડી કરી.
પિન્ટુ : હવે તેને બોક્સમાં પેક કરો.
દુકાનદારે સાડીને બોક્સમાં પેક કરી
પિન્ટુ : હવે તેને થેલીમાં મુકો અને ગાંઠ મારી દો.
દુકાનદારે બોક્સ થેલીમાં નાખ્યું અને ગાંઠ મારી.
પિન્ટુ : હવે તેને માળીયા પર મૂકી દો.
દુકાનદાર ચોંકી ગયો!
પિન્ટુ : હું અને મારી પત્ની રોજ અહીંથી ઘરે જઈએ છીએ.
અને આ સાડી જોઈને ઘરમાં રોજ ઝઘડા થાય છે,
હવે મારાથી સહન નથી થતું.
😅😝😂😜🤣🤪
જો તમારું પેટ બહાર આવી રહ્યું હોય
તો ગભરાશો નહીં.
કારણ કે
એ સુખી માણસની નિશાની હોય છે.
આવું એ લોકો કહે છે
જે કસરત કરવામાં આળસ કરે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)