પપ્પુ મરી ગયો અને બીજી જ મિનિટે ચિત્રગુપ્તના દરબારમાં પ્રગટ થઈ ગયો.
પપ્પુનો ચોપડો ઉકેલતા ચિત્રગુપ્તે કહ્યું “તને સ્વર્ગમાં સ્થાન મળે તેમ નથી.”
પપ્પુ : એનું કારણ શું?
ચિત્રગુપ્ત : તે પૃથ્વી પર કર ચોરી કરી છે. ઇન્કમ ટેક્સ નથી ભર્યો.
પપ્પુ : તો કોઈ ઉપાય સુચવો પ્રભુ.
ચિત્રગુપ્ત : પાંચ વર્ષ સુધી તારે બેડોળ, કદરૂપી, કાળી, જાડી સ્ત્રી સાથે
રોજ ફરવાનું અને સહશયન કરવું પડશે.
પછી તને સ્વર્ગમાં રહેવાનું સુખ પ્રાપ્ત થશે.
અનંતકાળ સુધી સુખ માટે પાંચ વર્ષની આહુતિનો સોદો પપ્પુને સસ્તો લાગ્યો.
એને કહ્યું “કબુલ”.
એક દિવસ તે કાળી, જાડી, કદરૂપી સ્ત્રી સાથે ફરી રહ્યો હતો,
ત્યારે તેણે સામેથી એક વિશ્વસુંદરીને આવતી જોઈ.
અને તેની સાથે બેડોળ, બદસુરત એક માણસને જોયો જે
એના મિત્ર ટપ્પુ જેવો લાગતો હતો.
નજીક જઈને તેણે જોયું તો તેનો મિત્ર ટપ્પુ જ હતો.
પપ્પુ : અલ્યા ટપ્પુ તું અહીં ક્યાંથી? અને આ સુંદરી કોણ છે?
ટપ્પુ : મને પણ સમજ નથી પડતી પપ્પુ, હું તો નરકમાં હતો.
ત્યાંથી ટેમ્પરરી ટ્રાન્સફર ઉપર મને અહીં મોકલ્યો અને રોજ આ સુંદરી સાથે ફરવા કહ્યું.
મારી તો કોઈ ફરિયાદ નથી. પણ આ સુંદરી રોજ રાતે ઊંઘમાં બબડતી હોય છે કે,
આના કરતાં ઇન્કમ ટેક્સ ભરી દીધો હોત તો સારું થાત.
આવુ કેમ બબડે છે એ સમજ નથી પડતી.
ટપ્પુ ના સમજ્યો પણ પપ્પુ સમજી ગયો.
😅😝😂😜🤣🤪
પતિએ ગુસ્સે થઈને વાઈફને પુછ્યું :
હજી, સુધી ખાવાનું કેમ નથી બનાવ્યું..??
વાઈફે હસતા-હસતા કહ્યું :
વાસણ ધોવાની આટલી બધી ઉતાવળ છે..?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)