fbpx
Monday, December 23, 2024

માં, એક એટલા માટે રહી ગયો કે મને બીજો લાડવો અંધારામાં દેખાયો જ નહિ…😅😝😂😜🤣🤪

બાબા એક દિવસ આસન પાથરીને બેઠા હતા અને ભક્તો તેમના દુઃખ સંભળાવીને બાબા પાસે સલાહ માંગી રહ્યા હતા.
એવામાં પપ્પુનો વારો આવ્યો.

પપ્પુ : નમસ્કાર, બાબા મને કોઈ રસ્તો બતાવો. મારા લગ્ન નક્કી નથી થતા, એટલે હું તમારી શરણમાં આવ્યો છું.

બાબા : “તમે શું કામ કરો છો?”

પપ્પુ : “લગ્ન કરવા માટે શું કરવું યોગ્ય રહેશે?”

બાબા : “તમે મીઠાઈની દુકાન ખોલો.”

પપ્પુ : “બાબા, 25 વર્ષથી ખુલ્લી છે, મારા પિતાની મીઠાઈની દુકાન જ છે.”

બાબા : “શનિવારે સવારે 9 વાગે દુકાન ખોલો.”

પપ્પુ : “શનિ મંદિરની બાજુમાં અમારી દુકાન છે અને હું દરરોજ 9 વાગ્યે જ ખોલું છું.”

બાબા : “કાળા કૂતરાને મીઠાઈ ખવડાવો.”

પપ્પુ : “મારી પાસે બે કાળા કૂતરા છે, ટોની અને બંટી. હું સવાર-સાંજ તેમણે મીઠાઈ ખવડાવું છું.”

બાબા : “સોમવારે શિવ મંદિર જાવ.”

પપ્પુ : “માત્ર સોમવારે જ નહીં હું તો હું દરરોજ શિવમંદિર જાઉં છું. દર્શન કર્યા વિના ભોજનને હાથ પણ નથી લગાડતો.”

બાબા : “તમારા કેટલા ભાઈ-બહેનો છે?”

પપ્પુ : “બાબા, તમારા મતે લગ્ન કરવા માટે કેટલા ભાઈ-બહેન હોવા જોઈએ?”

બાબા : “બે ભાઈઓ એક બહેન હોવા જોઈએ.”

પપ્પુ : “બાબા, મને ખરેખર બે ભાઈ અને એક બહેન છે. પ્રકાશ, દીપક અને મીના.”

બાબા : “તો દાન કરો.”

પપ્પુ : “બાબા, મેં અનાથાશ્રમ ખોલ્યું છે, હું રોજ થોડું થોડું દાન આપું છું.”

બાબા : “એકવાર બદ્રીનાથ જા.”

પપ્પુ : “બાબા, તમારા મતે લગ્ન કરવા માટે બદ્રીનાથ કેટલી વાર જવું જરૂરી છે?”

બાબા : “જીવનમાં એકવાર જવું જ જોઈએ.”

પપ્પુ : “હું ત્રણ વાર ગયો છું.”

બાબા : “વાદળી શર્ટ પહેરો.”

પપ્પુ : “બાબા, મારી પાસે ફક્ત વાદળી રંગના જ કુર્તા છે, મેં તે બધા કાલે ધોવા માટે આપ્યા છે, જ્યારે તે પાછા આવશે ત્યારે તે જ પહેરીશ.”

બાબા શાંત થાય છે અને મનમાં વિચારવા માંડે છે, આને શું કહું, જે તેણે કર્યું ન હોય?

પપ્પુ : “બાબા, એક વાત કહું?”

બાબા : “હા, જે કહેવું હોય તે કહો.”

પપ્પુ : “હું પહેલેથી જ પરણેલો છું અને ત્રણ બાળકોનો પિતા છું. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો, તો વિચાર્યું કે ટાઈમ પાસ કરતો જાઉં.
😅😝😂😜🤣🤪

મમ્મીએ ગુસ્સે થઈને પપ્પૂને પૂછ્યું : કબાટમાં
મેં ગઈકાલે રાતે બે લાડવા મુક્યાં હતા,
તો એક જ કેમ રહી ગયો?

પપ્પુ બોલ્યો : માં, એક એટલા માટે રહી ગયો કે
મને બીજો લાડવો અંધારામાં દેખાયો જ નહિ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles