એક સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર કોઈ જૂનાં ખંડેરમાંથી
પસાર થતા હતા ત્યાં તેમના પગ સાથે જાદુઈ ચિરાગ અથડાયો.
તેમણે ત્રણેયે સાથે ચિરાગને ઘસ્યો.
જીને બહાર આવીને કહ્યું : મારી પાસે ત્રણ વરદાન છે.
તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી કરી શકાશે.
જે માગવું હોય તે માગી લો.
ફોટોગ્રાફરે કહ્યું : હું મનાલીમાં સુંદર બંગલામાં
પૈસાની કોઈ ફિકર વગર આખી જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.
જીને તેની ઈચ્છા તરત પૂરી કરી.
પત્રકારે કહ્યું : હું કન્યાકુમારીના સમુદ્ર કિનારે સુંદર બંગલામાં
પૈસાની કોઈ ચિંતા વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.
જીને તેની પણ ઈચ્છા પુરી કરી.
હવે સંપાદકનો વારો આવ્યો.
તેણે કહ્યું : મને હમણાં ને હમણાં તે બંને અહીં હાજર જોઈએ.
કાલ સવારના છાપામાં કામ કોણ કરશે? એમનો બાપ.
😅😝😂😜🤣🤪
છગન : મારે
મારી પત્નીથી છૂટાછેડા જોઈએ છે.
મગન : કેમ?
છગન : તે છેલ્લા 5 મહિનાથી
મારી સાથે વાત નથી કરી રહી.
મગન : ફરી એકવાર સારી રીતે વિચારી લે.
આવી પત્ની વારંવાર મળતી નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)