પત્ની : સવારના પહોરમાં તમે છાપામાં શું
આમ માથું ઘાલીને વાંચી રહ્યો છો?
પતિ : સાંભળ, એક સમાચાર છે કે
એક પતિએ તેની પત્નીને એટલા માટે છૂટાછેડા
આપ્યા કે, તેની પત્ની રોજ
એના (પતિના) ખિસ્સા ફંફોળ્યા કરતી.
પત્ની : હું તો તમારા ખિસ્સાને હાથ પણ
લગાડતી નથી.
હા, પૈસાની જરૂર પડે
તો તમારા પાકીટમાંથી કયાં નથી કઢાતા?
😅😝😂😜🤣🤪
પત્ની : કાલ રાતે મને એક સ્વપ્ન આવ્યું કે,
હું અને તમે એક દુકાન પર ગયાં.
એ દુકાન સોના ચાંદીનાં ઘરેણાંની હતી.
પતિ : પણ આ વાત સ્વપ્નની જ છે ને?
પત્ની : એ દુકાનેથી તમે મારા માટે
એક ઘરેણું ખરીઘું ત્યારે જ મને
ખબર પડી કે,
આ સ્વપ્ન જ હોવું જોઈએ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)