એક જયોતિષીએ એક યુવતીનો હાથ જોતાં કહ્યું,
આપ એક યુવક સાથે પ્રેમમાં છો. એનું નામ રમેશ છે.
એના આગળના બે દાંત તૂટી જવા પામ્યા છે.
યુવતી આશ્ચર્યમાં પડી ગઈ.
તે બોલી : આ બધી વાત સાચી છે.
આપ તો મોટા જોશી છો!
જયોતિષી : ના, એવું નથી. રમેશ મારી છોકરી સાથે પણ
પ્રેમ કરતો હતો અને તેં જે વીંટી પહેરી છે
એ વીંટી મારી છોકરીને ભેટ આપી હતી.
પણ મેં એને એવો તો માર્યો કે
એના આગળના બે દાંત પડી ગયા અને
એની આ વીંટી પાછી આપી દીધી.
😅😝😂😜🤣🤪
રમેશ : પપ્પા! આજે તો સાહેબની આજ્ઞાથી સ્કૂલમાં
એક કામ પૂરું કરવામાં રોકાયો હતો એટલે મોડું થયું.
પપ્પા : વાહ, વાહ શાબાશ!
સાહેબે તને ક્યું કામ સોંપ્યું હતું?
તું ઘણો આજ્ઞાંકિત કહેવાય!
રમેશ : સાહેબ મને સ્કૂલ છૂટ્યા પછી
એક કલાક સુધી અંગુઠા પકડવાનું કહ્યું હતું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)