તાનસેન જ્યારે ગીત ગાતા ત્યારે વાતાવરણ મંત્રમુગ્ધ થઈ જતું…
ગઈકાલે મારી સાથે પણ કંઈક આવું જ બન્યું હતું.
હું અને મારી પત્ની જોર જોરથી દલીલ કરી રહ્યા હતા!
એવામાં મારી પત્ની ચિડાઈ ગઈ અને મારા પર બૂમો પાડવા લાગી!
એ પછી અમારી પાડોશણ પોતાની બાલ્કનીમાં આવી અને
મધુર અવાજમાં મોટેથી ગાવાનું શરૂ કર્યું,
“કોઈ જબ તુમ્હારા દિલ તોડ દે…
તબ તુમ મેરે પાસ આના…
મેરા ઘર ખુલા હૈ, ખુલા હી રહેગા…
તુમ્હારે લિયે….”
એ પછી તો જાણે જાદુની છડી ફરી હોય
તેમ મારી પત્ની સાવ શાંત થઈ ગઈ,
તેણે બાલ્કનીનો દરવાજો જોરથી બંધ થઈ કર્યો અને
થોડી જ વારમાં તે રસોડામાંથી ચા અને પકોડા લઈને આવી.
😅😝😂😜🤣🤪
પતિ : મને મારો ફોટો જરાય ગમતો નથી.
જોને હું કેવો ગધેડા જેવો લાગું છું!
પત્ની : ફોટો ૫ડવતાં
પહેલાં વિચાર કરવો જોઈતો હતો!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)