fbpx
Tuesday, September 10, 2024

છોકરાએ બૂમ પાડી : “એ ભેંસ….”😅😝😂😜🤣🤪

એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો,
પંડિતજી સ્ટેજ પર ઉભા થયા અને બોલ્યા….
આ લગ્ન સામે કોઈને વાંધો હોય તો અત્યારે કહી દો,
લગ્ન થયા પછી ઝઘડો થશે તો બંનેની જીંદગી બગડશે,
જેને કંઈ પણ કહેવું હોય તો સામે આવીને કહી દેજો.
ત્યારે જાનૈયાઓમાં પાછળ ઉભેલી
એક સુંદર છોકરી એક બાળકને ખોળામાં લઈને આગળ આવી.
તેને જોઈ અંદરો અંદર વાતો થવા લાગી.
સ્ટેજ પર ઉભેલી કન્યાએ વરને થપ્પડ મારી…
કન્યાના પિતા બંદૂક લેવા દોડ્યા…
કન્યાના ભાઈઓએ વરને ધોઈ નાખ્યો…
કન્યાની માતા બેભાન થઈ ગઈ…
ભયંકર દોડધામ મચી ગઈ…
ત્યારે પંડિતજીએ પેલી છોકરીને પૂછ્યું…
તમને આ લગ્નથી શું તકલીફ છે?
છોકરીએ કહ્યું…
અરે પાછળ બરાબર સંભળાતું ન હતું એટલે હું આગળ આવી છું.
😅😝😂😜🤣🤪

છોકરો બાઇક ચલાવતો હતો.
એવામાં એક છોકરી પોતાની સ્કૂટી વડે તેને
ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ.
છોકરાએ બૂમ પાડી : “એ ભેંસ….”
છોકરીએ પાછળ જોયું અને
બુમો પાડવા લાગી : ગધેડા, કૂતરા, વાંદરા…
ત્યારે અચાનક છોકરીનો અકસ્માત થયો
તે ભેંસ સાથે અથડાઈ.
મોરલ : છોકરીઓ ક્યારેય સમજી શકતી નથી કે
છોકરો આખરે શું કહેવા માંગે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles