નટખટ નીતા રહેઠાણ માટે ભાડાનું નવું મકાન શોધતી હતી.
તેને એક મકાન ભાડેથી મળી ગયું.
મકાનમાલિક સાથે વાત કરતાં નીતાએ કહ્યું,
અમે જ્યારે જુનું મકાન ખાલી કર્યું
ત્યારે અમારા મકાનમાલિક સાવ
રડવા જેવા થઈ ગયા હતા.
મકાનમાલિક : મારે ભવિષ્યમાં એવું થવાનો સંભવ જ નથી.
નીતા : કેમ?
મકાનમાલિક : કારણ કે,
હું તો દરેક મહિનાનું ભાડું એડવાન્સમાં જ લઉં છું.
મકાનમાલિકે ખુલાસો કર્યો !
😅😝😂😜🤣🤪
પપ્પુ : અરે, દરજીકાકા! તમે આ પેન્ટ કેવું સીવી આપ્યું છે?
હું દસ વર્ષનો છું ને જાણે કોઈ
વીસ વર્ષના માણસને પહેરવા બનાવ્યું હોય
એટલું મોટું બનાવ્યું છે!
દરજી : એમાં તને ફાયદો જ છે ને,
દીકરા! દસ વરસ પછી તારે નવું પેન્ટ સીવડાવવું નહિ પડે!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)