એક ડોશા ડોશી વચ્ચે અદ્ભુત પ્રેમ હતો.
ડોશો ક્યારેય ડોશીને એકલી મુકતો નથી.
ડોશાની આ આદતથી ડોશી હંમેશા પરેશાન રહેતી હતી.
ડોશો પોતાની ડોશી માટે એટલો ગાંડો હતો કે જ્યાં પણ ડોશી જતી,
તે તેની પાછળ પાછળ જતો.
તેણે એક ક્ષણ માટે પણ ડોશીને એકલી છોડી ન હતી.
એક દિવસ ડોશીના પિયરથી ફોન આવ્યો કે તમે અહીં રોકાવા આવો.
પણ જવું કેવી રીતે? ડોશો પીછો નહીં છોડે.
કંઈક વિચારીને ડોશીએ ડોશાને કહ્યું : ચાલો,
આજે આપણે સંતાકૂકડી રમીએ છીએ. તમે સંતાઈ જાવ,
હું તમને શોધી લઈશ.
પછી ડોશો સંતાઈ ગયો. એ પછી ડોશી ઉતાવળમાં બીજા રૂમમાં ગઈ,
અને પોતાની પેટી લઈને પિયર પહોંચી ગયા.
ડોશીએ મનમાં વિચાર્યું કે ચાલો થોડા દિવસ માટે ડોશાથી છુટકારો મળ્યો.
પણ ડોશીએ પિયર પહોંચીને પેટી ખોલી
તો તેમાંથી ડોશો બહાર નીકળ્યો અને બોલ્યો : ધપ્પો!
😅😝😂😜🤣🤪
ટીના : હું આખી રાત સૂઈ ન શકી.
મીના : કેમ?
ટીના : આખી રાત મેં સપનામાં જોયું કે
હું જાગી રહી છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)