એક મોહન પહેલવાન કોઈ દુબળા-પાતળા માણસની
ધોલાઈ કરી રહ્યો હતો.
ત્યાં ભેગી થયેલી ભીડમાંથી એક માણસે
તેને પૂછ્યું :ભાઈ! તમે આ કમજોર માણસની
શા માટે ધોલાઈ કરી રહ્યા છો?
મોહન પહેલવાને એ માણસની
ધોલાઈ કરવાનું ચાલુ રાખતાં જ જવાબ આપ્યો :
મારો અગરબત્તીનો સાઈડ બિઝનેસ છે.
આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી કે
‘પહેલવાન છાપ અગરબત્તી’
અને આણે છાપી નાખ્યું – ‘અગરબત્તી છાપ પહેલવાન.’
😅😝😂😜🤣🤪
પતિ : તું કેટલી ભોળી છે.
શું તું મારી આંખોમાં મારા દિલની
સ્થિતિ પણ નથી વાંચી શકતી?
પત્ની : તમે તો જાણો છો કે
હું ભણેલી નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)