અત્યારે સમગ્ર વિશ્વમાં કોરાનાના કેસ વધવાથી લોકોમાં ચિંતા જોવા મળે છે. તેમ જ લોકો અન્ય કારણોના લીધે પણ લોકોમાં ચિંતા જોવા મળે છે તો ચિંતાને કેવી રીતે દૂર કરી શકાય તે જાણીશું. કોરોનાના વધતા કેસોને કારણે સમગ્ર વિશ્વ ભારે ચિંતામાં છે. ચીનમાં વધતાં કોવિડના કેસો સામે આવી રહ્યા છે. તેના કારણે લોકોમાં ટેન્શન જોવા મળે છે તો તમારા ટેન્શનને દૂર કરવા માટે આ ટીપ્સને અજમાવો.
ધ્યાન અથવા યોગ: યોગ તમારા મન અને શરીર બંનેને સ્વસ્થ રાખે છે. જો તમે નિયમિત સવારે યોગ કરો છો તો તમારા ટેન્શનમાં ઘટાડો જોવા મળે છે અને તમારા લક્ષ્ય પ્રાપ્તિમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
સ્વસ્થ આહાર: તમારો આહાર જેટલો સારો હશે એટલુ તમારુ સ્વાસ્થ સારુ રહે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સ્વસ્થ આહાર લેવાથી તમારા તણાવને દૂર રાખવામાં મદદ કરે છે.
સંગીત સાંભળો: જો તમે પણ ટેન્શનમાં હોવ કે તમારો મુડ ખરાબ હોય ત્યારે તમારે ગીતો સાંભળવા જોઈએ જે તમારો મુડ સારો કરે છે.
અન્ય લોકો સાથે જોડાયેલા રહો: જો તમે એકલા રહેતાં હોવ તો તમારે તમારા પ્રિયજનો અને મિત્રો સાથે સોશિયલ મીડિયા અને ફોન દ્વારા જોડાયેલા રહેવું જોઈએ. તે તણાવ દૂર કરવામાં પણ આ પદ્ધતિ અસરકારક છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)