ઊંઘતા સમયે શ્વાસ લેવાની સાથે-સાથે જે અવાજ આવે છે એને નસકોરાં કહેવાય છે. નસકોરા ઊંઘ સાથેની એક એવી સમસ્યા છે જેનાથી વ્યક્તિ પોતે હેરાન થતો નથી પરંતુ બીજા લોકોની ઊંઘ ખરાબ થાય છે. નસકોરાં ત્યારે બોલે છે જ્યારે વ્યક્તિ શ્વાસ અંદરની તરફ ખેંચે છે. ઘણી વાર લોકો વિચારતા હોય છે કે આ સમસ્યા એક સામાન્ય છે અને આની સારવાર કોઇ નથી, પરંતુ આ વાત ખોટી છે. ઊંઘતી વખતે શ્વાસ લેવો અને છોડીએ છીએ ત્યારે ગરદનની માંસપેશિઓ વધારે શિથિલ થઇ જાય છે જેનાથી વાયુમાર્ગ સંકોચાઇ જાય છે અને નસકોરાં બોલે છે.
ઘણી વાર ઠંડીમાં નાક બધ થવાને કારણે પણ નસકોરાં બોલતા હોય છે. આ સ્લીપ એપનિયા જેવી બીમારીને કારણે પણ થઇ શકે છે. તો જાણી લો તમે પણ એ ઉપાયો વિશે જેનાથી તમે નસકોરાંમાંથી છૂટકારો મેળવી શકો છો.
ઊંઘવાની મુદ્રા બદલો
તમારા નસકોરાં વધારે બોલે છે અને તમારી બાજુમાં ઊંઘતી વ્યક્તિ આ વિશે તમને કહે છે તો તમે તમારી ઊંઘવાની મુદ્રા બદલો. તમે પીઠના બળ પર સૂઇ જતા હોય તો તમે પણ નસકોરાં બોલતા હોય છે. આ માટે તમે ઊંઘવાની મુદ્રા બદલો. આમ કરવાથી નસકોરાં બોલતા બંધ થઇ જશે.
વજન ઓછુ કરો
ઘણી વાર બોડી માસ ઇન્ડેક્સ વધારે હોવાને કારણે નસકોરાં બોલતા હોય છે. તમારું વજન સામાન્ય કરતા વધારે છે તો તમારે વજન ઉતારવું જોઇએ. આ માટે તમારે વધતા વજન પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.
રાત્રે ઊંઘતા પહેલાં દારૂ ના પીશો
ઘણાં લોકો રાત્રે ઊંઘતા પહેલાં દારૂ પીતા હોય છે. આમ, જો તમને પણ આવી આદત છે તો તમારે બદલવી જોઇએ. રાત્રે ઊંઘતા પહેલાં દારૂ પીવાને કારણે પણ નસકોરાં વધારે બોલતા હોય છે. તમારે ઊંઘતા પહેલાં ઓછામાં ઓછા 3 થી 4 કલાક દારૂ પીવાથી બચવુ જોઇએ.
પૂરતી ઊંઘ લો
નસકોરાં બોલવા એનું સૌથી મોટું કારણ અપૂરતી ઊંઘ પણ હોઇ શકે છે. આ માટે તમે પૂરતી ઊંઘ લો. પૂરતી ઊંઘ લેવાથી નસકોરાં બોલાતા બંધ થઇ જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)