fbpx
Friday, December 27, 2024

શું તમને પણ છે ગેસ-એસિડિટીની સમસ્યા તો અજમાવો આ ઘરેલું ઉપાય

સામાન્ય રીતે આપણને બધાને કેટલીક વાર પેટના દુખાવાની સમસ્યા થતી હોય છે, જેના કારણે ધણી વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનું મોટુ કારણ રાત્રે વધુ પડતુ ભોજન ખાવાના કારણે પેટમાં ગેસ-એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલીક વાર ગેસ-એસિડિટીની સમસ્યા અડધી રાત્રે પણ જોવા મળે છે. જેમા ઘણા લોકો તેના ઉપચારમા દવા કે અજમા અને મીઠાનું સેવન કરે છે.

ગેસ-એસિડિટીથી રાહતના ઉપચારમાં તમે કેટલાક ઘરગથ્થુ ઉપચારો કરી શકો છો.

હિંગ અને કાળા મીઠાનો ઉપયોગ

અત્યારે નાના-મોટા બધા લોકોમાં ગેસ-એસિડિટીની સમસ્યા જોવા મળે છે. ગેસ-એસિડિટીની સમસ્યાથી લોકોની પરેશાનીમાં વધારો જોવા મળે છે. તમને આ પ્રકારની સમસ્યા થાય છે ત્યારે તમે હિંગ અને કાળા મીઠાને પાણીમાં ઓગાળીને પીવાથી તમને ગેસ-એસિડિટીમા રાહત મળે છે. જો શરીર સુસ્ત થઈ જાય અને કામ કરવાનું મન નથી થતું ત્યારે આ પીણું પીવાથી તમેને ફાયદો થશે.

કબજિયાત

જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા હોય તો તમે આ પીણાંનો ઉપયોગ કરી શકો છો. આ પીણું પીવાથી તમારા આંતરડાની કાર્યશક્તિમા વધારો થાય છે. જેના કારણે તે તમારા પાચનતંત્રને મજબૂત કરે છે.

એસિડીડની સમસ્યા

એસિડીડની સમસ્યા પણ લોકોમાં જોવા મળે છે જો શરીરમાં વધારે પડતું એસિડ થવાના કારણે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. જો તમે આ દ્રાવણ વાળુ પાણી પીવો છો તો તમને એસિડીની સમસ્યામાં રાહત મળે છે. આ પીણું પીવાથી તે શરીરમાં પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

પેટમાં દુખાવો

કાળું મીઠું અને હિંગનું પાણી તમારા શરીરમાં અપચો કે ગેસને કારણે થતા પેટના દુખાવાને ઓછો કરવામાં મદદરુપ થાય છે. આ ઘરગથ્થુ નુસ્ખાનો ઉપયોગ કરવાથી પેટના દુખાવામાં તરત આરામ મળે છે. તમારૂ પેટ જો જકડાઈ જાય છે તો તેમાં મદદ રુપ થાય છે. તેને પીવાથી પેટનું પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles