fbpx
Saturday, September 14, 2024

આ 6 તેલ વાળના વિકાસ માટે શ્રેષ્ઠ છે, માથાની ચામડી સાફ કરે છે અને વાળને સિલ્કી અને ચમકદાર બનાવે છે.

તમે પણ લાંબા અને મસ્ત હેર કરવા ઇચ્છો છો તો આ તેલ તમારા માટે સૌથી બેસ્ટ છે. અનેક નુસ્ખાઓ કરીને તમે થાકી ગયા છો તો આ તેલ વાળમાં નાંખવાનું શરૂ કરી દો. તો તમે પણ નજર કરી લો આ તેલ પર…

લવેન્ડર ઓઇલ: વાળના ગ્રોથ માટે લવેન્ડર ઓઇલ એક બેસ્ટ છે. આ તમારા વાળને અંદરથી મજબૂત બનાવે છે અને સાથે ગ્રોથ વધારવાનું કામ કરે છે. આ તેલમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કેલ્પને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ઓલિવ ઓઇલ: વાળના ગ્રોથ માટે ઓલિવ ઓઇલ બહુ ફાયદાકારક છે. આ તેલમાં વિટામીન ઇની માત્રા બહુ સારી હોય છે જે સ્કેલપને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓલિવ ઓઇલનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે.

તલનું તેલ: આ તેલમાં વિટામીન ઇની માત્રા ભરપૂર હોય છે જે વાળના વિકાસ માટે લાભકારી છે. આ વાળ ખરવાની સમસ્યાને અટકાવે છે અને સાથે ગ્રોથ વઘારે છે.

નારિયેળ તેલ: દરેક લોકોના ઘરમાં નારિયેળ તેલ હોય છે. નારિયેળ તેલ વિટામીન ઇ અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ તેલથી તમે વાળમાં મસાજ કરો છો તો ગ્રોથ વધે છે અને સાથે વાળ સિલ્કી પણ થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે નારિયેળ તેલ હેલ્થ માટે પણ બેસ્ટ છે. હેલ્થની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ નારિયેળ તેલ કરે છે.

બદામનું તેલ: આ તેલમાં વિટામીન ઇ, મેગ્નેશિયમ જેવા અનેક તત્વો હોય છે જે વાળના વિકાસ કરવામાં મદદ કરે છએ. આ સાથે જ ખરતા વાળને અટકાવે છે અને સાથે ગ્રોથ વઘારે છે.

ડુંગળીનું તેલ: ડુંગળીનો રસ અને તેલ વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. પહેલાંના સમયમાં અનેક લોકો વાળની તકલીફમાંથ બહાર આવવા માટે ડુંગળીના રસનો ઉપયોગ કરતા હતા. આમ, તમને જણાવી દઇએ કે સ્કેલ્પ પર આ તેલથી મસાજ કરો છો તો વાળની લંબાઇ સારી થાય છે. આ સાથે ડુંગળીના તેલનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો ખોડો અને હેર ફોલની સમસ્યા પણ દૂર થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles