fbpx
Tuesday, September 10, 2024

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાર માટે કેટલીક ટિપ્સ છે, જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણો આર્થિક ફાયદો થશે

ભારતમાં મોટાભાગના લોકો જ્યોતિષમાં માને છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ મહત્વપૂર્ણ અથવા મોટું કામ કરતા પહેલા જ્યોતિષના અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવી ઘણી બાબત છે, જે ખરીદતા પહેલા લોકો જ્યોતિષને અનુસરે છે ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિ કાર ખરીદવા જાય છે ત્યારે તે જ્યોતિષના નિયમોને પણ ધ્યાનમાં રાખે છે.

જો કે, બધા લોકો આવું નથી કરતા, પરંતુ મોટી સંખ્યામાં લોકો જ્યોતિષશાસ્ત્ર અનુસાર યોગ્ય સમય પર કાર ખરીદે છે. આવી સ્થિતિમાં જો તમે પણ જ્યોતિષમાં માનતા હોવ તો આજે અમે તમને કાર અને જ્યોતિષ સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણકારી આપવાના છીએ.

કારની ડેક્કીમાં આ વસ્તુઓ ન રાખો

સામાન્ય રીતે કારની ડેક્કી ઘણી મોટી હોય છે અને તેમાં ઘણી બધી વસ્તુઓ આવે છે. એટલા માટે ઘણી વખત લોકો કારના ડેક્કીમાં બિનજરૂરી વસ્તુઓ મૂકી દે છે. પરંતુ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કારના ડેક્કીમાં રાખવામાં આવેલી બિનજરૂરી વસ્તુઓ હાનિકારક અને અશુભ હોય છે.વધારાની વસ્તુને કારણે શનિદેવ નારાજ થાય છે, જેનાથી વ્યક્તિની કુંડળી પર નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, જો તમારી કારના ડેક્કીમાં કચરો, જૂના બિલ, બિનજરૂરી કાગળો અને ખરાબ બોટલો વગેરે પડી હોય, તો તેને તરત જ બહાર કાઢીને ફેંકી દો. ધ્યાન રાખો કે કારની ડેક્કી સ્વચ્છ હોવી જોઈએ. તેમાં માત્ર સ્ટેપની અને ટૂલ કીટ જેવી આવશ્યક વસ્તુઓ જ રાખો.

કારને સ્વચ્છ રાખો, ગંદકી ન કરો

મા લક્ષ્‍મીને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર દેવી લક્ષ્‍મીની કૃપા હોય છે, તેના જીવનમાં પૈસા સહિત કોઈપણ વસ્તુની કમી નથી હોતી. પરંતુ, તમે સાંભળ્યું જ હશે કે મા લક્ષ્‍મીને ગંદકી પસંદ નથી અને જ્યાં ગંદકી હોય ત્યાં લક્ષ્‍મિ આવતા નથી. એટલા માટે લોકોને કહેવામાં આવે છે કે તેઓ ઘર સાફ રાખે. આ જ વાત કારને પણ લાગુ પડે છે. કાર પણ સ્વચ્છ હોવી જોઈએ, તો જ દેવી લક્ષ્‍મીની કૃપા રહે છે. નહિંતર, તમે ગમે તેટલા નાણા કમાશો છતા તે ટકશે નહીં ખર્ચ થઇ જશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles