fbpx
Wednesday, October 23, 2024

ગણેશજીની પૂજા થશે અને મા લક્ષ્મી કૃપા વરસાવશે! આ ઉપાયથી ખુલશે ભાગ્યના બંધ તાળા!

મંગળવારની જેમ જ બુધવારનો દિવસ પણ ગણપતિ દાદાને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ગણેશજીના કેટલાક ઉપાયો અજમાવીને તમે ગણેશજીની સાથે માતા લક્ષ્‍મીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો, આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે વાત કરીએ.

હિન્દુ ધર્મમાં ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે.

કોઇપણ શુભ કાર્ય અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી જ કરવામાં આવે છે. ગણેશજીની પૂજા સાથે કાર્યની શરૂઆત કરવાથી વ્યક્તિના કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. તો, બુધવારના દિવસે ગણેશજીની પૂજાનું ખાસ વિધાન છે. આ દિવસે ગણેશજીની પૂજા સાથે તેમની કૃપા મેળવવા માટેના કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી તે જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોના દરેક કષ્ટોને હરી લે છે. તો ચાલો જાણીએ બુધવારના દિવસે કરવાના ખાસ ઉપાયો કે જેના દ્વારા આપના ઘરના ધન-ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે.

ગણેશ પૂજાથી લક્ષ્‍મીકૃપા !

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે ગણેશ મંદિરમાં જઇને ગણેશજીને ગોળનો ભોગ અર્પણ કરવો જોઇએ. આ ઉપાયથી ગણેશજીની સાથે માતા લક્ષ્‍મીની કૃપા પણ વરસશે. કહે છે કે આવું કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન-ધાન્યની અછત નથી રહેતી. તો, આજના દિવસે તમે ગણેશજીને ગોળની સાથે મોદકનો ભોગ પણ અર્પણ કરી શકો છો.

ઋણમાંથી મુક્તિ !

આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે બુધવારના દિવસે ગણેશજીને 21 કે 42 જાવંત્રી અર્પણ કરવી. આ ઉપાય કરવાથી આપના આર્થિક સંકટ દૂર થાય છે. સાથે જ બુધવારના દિવસે આખા મગને બાફીને તેમાં ઘી અને ખાંડ ઉમેરીને ગાયને ખવડાવવાથી વ્યક્તિને દેવામાંથી ઝડપથી છૂટકારો મળતો હોવાની માન્યતા પ્રચલિત છે.

આર્થિક સમૃદ્ધિ !

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે મંદિરમાં જઇને ગણેશજીને દૂર્વા અને લાડુ અર્પણ કરવા જોઇએ. આ ઉપાયથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં બુધવારના દિવસે 2 મુઠ્ઠી મગ લઇને પોતાની ઉપરથી ઉતારીને પોતાની મનોકામના બોલો અને પછી આ મગને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી પણ આપની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

સમસ્યાનું નિવારણ !

બુધવારના દિવસે ગણેશ પૂજા પછી કિન્નરને દાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. દાન કર્યા પછી કિન્નર પાસેથી કેટલાક પૈસા આશીર્વાદના રૂપમાં લઇ લેવા. ત્યારબાદ આ પૈસાને પૂજા સ્થાનમાં રાખી દેવા અને તેને ધૂપ-દીપ અર્પણ કરવા. આ ઉપાય કરવાથી આપની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.

અથર્વશીર્ષના પાઠ

જ્યોતિષીઓના જણાવ્યાનુસાર બુધવારના દિવસે અથર્વશીર્ષના પાઠ કરવાથી ગણેશજી જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. તેમજ ભક્તોના તમામ વિઘ્નો દૂર કરે છે.

સિંદૂરથી સફળતા !

બુધવારે પૂજા કર્યા બાદ ભગવાન ગણેશજીને મસ્તક પર સિંદૂર અર્પણ કરવું અને ત્યારબાદ તે સિંદૂર આપના મસ્તક પર લગાવવું. આ ઉપાયથી આપને દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles