fbpx
Tuesday, September 10, 2024

આ 3 પદ્ધતિઓ દ્વારા તમે એક જ દિવસમાં 500 કેલરી બર્ન કરી શકો છો, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે

વજન ઘટાડવા માટે, કેલરીની ગણતરીથી લઈને પ્રોટીન લેવા સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કેલરીની ગણતરી દૈનિક ધોરણે નક્કી કરવામાં આવે છે. કેલરીની માત્રા આપણી ઉંમર અને પ્રવૃત્તિ પર નિર્ભર કરે છે, પરંતુ 19 થી 30 વર્ષની વયજૂથની યુવતીએ દરરોજ 2000 થી 2400 કેલરીનું સેવન કરવું જોઈએ.

જ્યારે પુરુષોને દરરોજ 2400 થી 3000 કેલરીની જરૂર પડે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેમને કેલરીના સેવનને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. જાણો કઈ રીતો દ્વારા તમે એક દિવસમાં 500 કેલરી બર્ન કરી શકો છો.

ચરબી યુક્ત સેવન મર્યાદિત કરો

વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે ઓછી ચરબી અને વધુ પ્રોટીનના નિયમનું હંમેશા પાલન કરવું જોઈએ. શરીરમાં મોટાભાગની કેલરીમાં કન્વર્ટ થાય છે. જો તમે વજન ઘટાડવાના આહાર પર છો, તો ચરબી વાળા ખોરાકને ટાળો, આ બાબત ખાસ ધ્યાન રાખો.

શારીરિક પ્રવૃત્તિ

દરરોજની કેલરીને ધ્યાનમાં રાખીને ખોરાક કે આહારનું આરોગવું મુશ્કેલ છે. જો તમે વધુ ખાઓ તો પણ તેને પચાવવા સંબંધિત પ્રવૃત્તિઓ કરો, જેમ કે કસરત અથવા થોડું ચાલવું વગેરે. તમે ચરબી બર્ન કરી શકશો અને કેલરી ઘટાડી શકશો. આનાથી પાચન ક્રિયા પણ સુધરશે.

ભોજનમાં ફેરફાર કરવો

જો તમે કેલરીના સેવનને લઈને દિનચર્યામાં ફેરફાર કરવા ઈચ્છો છો, તો ભોજન સંબંધિત કેટલીક બાબતો શરૂ કરો. સવારના નાસ્તામાં પરાઠા ખાવાને બદલે ફ્રૂટની ડિશ શરૂ કરો. ફળોના નાસ્તા સાથે, તમે ફક્ત 250 કેલરી સુધીનો વપરાશ કરી શકશો. એવી વસ્તુઓ ખાઓ, જેમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય.

ફાઇબર ખોરાક

તમારા સ્વાસ્થને સારુ રાખવા માટે તમારે વિટામીન અને અન્ય પોષણ તત્વોની સાથે તમારે ફાયબર અવશ્ય લેવુ જોઈએ. જો તમે તમારી નિયમીત ડાયટમા ફાયબર લો છો તો તે તમારા પાચનતંત્રને સારુ કરે છે. ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવા માટે તમારે શાકભાજી, બરછટ અનાજમાંથી બનેલી રોટલી તેમજ પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. નાસ્તામાં તમે બ્રેડને બદલે દૂધ અને કોર્નફ્લેક્સ, મલ્ટી ગ્રેન અનાજની રોટલી પણ ખાઈ શકો છો.

પોષક તત્વોનું સેવન

તમારે જમવામાં હંમેશા પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ, જેનાથી તમારા સ્વાસ્થને જાળવવામા મદદ રુપ થાય છે. જો તમે નાસ્તામાં કે ખાવમાં જંક ફુડ ખાતા હોય તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે, જેનુ તામારે વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles