બદલાતા વાતાવરણની સૌથી મોટી અસર સ્કિન અને હેલ્થ પર દેખાય છે. ખાસ કરીને આ દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયુ છે. એકદમ ઠંડા વાતાવરણમાં સ્કિન ડ્રાય થઇ જાય છે. આ સાથે ઠંડી વધતા પાણી પણ એકદમ ઠંડુ લાગે છે જેથી કરીને આપણને પાણીમાં હાથ નાખવાની ઇચ્છા વધારે નથી હોતી નથી. ખાસ કરીને ઠંડીમાં સ્કિન ડ્રાય થવા લાગે છે એવામાં જો તમે સ્કિનની પ્રોપર રીતે કેર કરતા નથી તો ડ્રાયનેસ, રેશિસ અને ઇચિંગ જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. આમ તમે ઠંડીમાં તમારી સ્કિન સારી રીતે મોઇસ્યુરાઇઝ રાખવા ઇચ્છો છો તો ચહેરો ધોયા પછી આ 4 વસ્તુઓનો ઉપયોગ કરો. તો જાણો આ વિશે તમે પણ.
ચહેરો ધોયા પછી સ્કિન ચમકી ઉઠશે
એક્સપર્ટ અનુસાર ત્વચાની દેખભાળ કરવી ખૂબ જરૂરી છે. ગ્લોઇંગ સ્કિનને સારા સ્વાસ્થ્યનો સંકેત માનવામાં આવે છે. તો ખાસ તમે પણ ફેસ વોશ કર્યા પછી આ વસ્તુઓ લગાવો અને ચહેરા પર ગ્લો લાવો.
વિટામીન ઇ ઓઇલ
ઠંડીની સિઝનમાં તમે સ્કિનને સોફ્ટ બનાવવા માટે વિટામીન ઇ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. વિટામીન ઇ ઓઇલ તમારી સ્કિન સોફ્ટ બનાવવાનું કામ કરે છે. આ સિવાય સ્કિનનું ટેક્સચર પણ જાળવી રાખે છે. આ માટે હંમેશા ચહેરો ધોયા પછી વિટામીન ઇ ઓઇલનો ઉપયોગ કરો.
ઓલિવ ઓઇલ
ઠંડીમાં તમે ત્વચા પર ઓલિવ ઓઇલ પણ લગાવી શકો છો. આનાથી સ્કિન મોઇસ્યુરાઇઝ થાય છે અને સાથે ગ્લો પણ કરે છે. એક ચમચી ઓલિવ ઓઇલ તમે સ્કિન પર લગાવો અને 10 થી 15 મિનિટ માટે માલિશ કરો. આમ કરવાથી સ્કિન મસ્ત થઇ જશે.
બદામનું તેલ
બદામનું તેલ ઠંડીમાં ચહેરો ધોયા પછી તમે લગાવો છો તો સૌથી બેસ્ટ છે. બદામનું તેલ ગ્લો લાવવાનું કામ કરે છે. બદામના તેલમાં રહેલા તત્વો સ્કિનને સોફ્ટ બનાવે છે. આ માટે તમે રાત્રે ચહેરો ધોઇ લો અને પછી આ તેલ લગાવો.
એલોવેરા અને મધ
એલોવેરા અને મધ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ બન્ને વસ્તુને મિક્સ કરીને તમે ચહેરા પર લગાવો. આ માટે ચહેરાને પહેલા ધોઇ લો. આમ કરવાથી ડ્રાયનેસ દૂર થઇ જશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)