અક્ષત એટલે કે ચોખાને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અક્ષતનો ઉપયોગ તમામ શુભ કાર્યો અને પૂજા વિધિઓમાં થાય છે. માન્યતાઓ અનુસાર અક્ષત વિના ધાર્મિક અને શુભ કાર્યો અધૂરા માનવામાં આવે છે. તેનાથી વિપરીત, કાળા ચોખાનો ઉપયોગ તંત્ર વિધિમાં થાય છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં કાળા ચોખાના કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવી શકે છે.
કાળા ચોખા દ્વારા કરવામાં આવેલ આ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો તૂટતા નથી. આ ઉપાયોની ખાસ વાત એ છે કે તેને બધાની સામે ઉજાગર કરવાની મનાઈ છે. તો ચાલો જાણીએ ભોપાલ નિવાસી જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી કાળા ચોખાના આવા જ કેટલાક ઉપાયો વિશે.
કાળા ચોખાના ઉપાય
સારી નોકરી માટે ઉપાય
જો તમે લાંબા સમયથી સારી નોકરીની શોધમાં છો અને તમને સારી નોકરી નથી મળી રહી તો શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવને સરસવના તેલમાં કાળા ચોખા અર્પણ કરો. શનિદેવના મંત્રનો પણ જાપ કરો. માન્યતાઓ અનુસાર, આમ કરવાથી તમને જલદી સારી નોકરી મળશે.
અટકેલા કામ પૂરા થશે
જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું છે અથવા તમને તમારા કામમાં પ્રગતિ નથી મળી રહી તો તેના માટે તમે તમારા ઘરના પૂજા સ્થાન પર હનુમાનજીની ઉડતી મૂર્તિ અથવા ચિત્ર લગાવી શકો છો અને તેની પાછળની બાજૂ કાળા ચોખાની પોટલી કોઇને નજર ન આવે એ રીતે રાખો.આમ કરવાથી તમને તમારા કામમાં ઝડપથી પ્રગતિ થશે અને તમારા અટકેલા કાર્યો પણ પૂરા થવા લાગશે.
વિવાહિત જીવનમાં સુખી થવાના ઉપાય
જો તમારું વિવાહિત જીવન સારું નથી ચાલી રહ્યું અથવા જો તમે સંતાન ઈચ્છતા હોવ તો પીપળના ઝાડ પર કાળા ચોખા મિશ્રિત જળ ચઢાવો. આ સિવાય પીપળના ઝાડ નીચે તેલના દીવામાં કાળા ચોખા નાખી ને દિવો પ્રગટાવો. આમ કરવાથી તમારી સંતાનની ઈચ્છા જલ્દી પૂરી થશે અને દાંપત્ય જીવન સુખી થશે.
બિમારી માટે ઉપાય
જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ રોગથી પીડિત છે અને તે રોગથી મુક્તિ મેળવવા ઈચ્છે છે તો સોમવારે ભગવાન શિવને કાળા ચોખામાં દૂધ અને પાણી મિશ્રિત કરો. આ સિવાય ભગવાન શિવને મિઠાઈ ચઢાવો. આમ કરવાથી લાંબા સમયથી ચાલી આવતી બીમારી જલ્દી દૂર થઈ જશે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)