ઠંડીમાં કોફી પીવાની બહુ જ મજા આવે છે. કોફી હેલ્થ માટે જેટલી ફાયદાકારક છે એટલી જ સ્કિન માટે પણ છે. કોફીનો ઉપયોગ ખાન-પાનથી લઇને બ્યૂટી પ્રોડક્ટસ માટે કરવામાં આવે છે. જો કે કોફી એક એવી વસ્તુ છે જે ક્લીનઝિંગ ગુણોથી ભરપૂર હોય છે. આ ડેડ સેલ્સને સાફ કરે છે અને સાથે સ્કિન પોર્સને અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે. આ સિવાય કોફી એક બેસ્ટ સ્ક્રબ જેવુ પણ કામ કરે છે. કોફી સ્ક્રબ ચહેરામાં કોલેઝન બુસ્ટ કરે છે અને સાથે મોં પર પડતી કરચલીઓને દૂર કરવાનું કામ કરે છે. આમ, જો તમે અનેક પ્રકારના સ્કિન પ્રોબ્લેમ્સથી કંટાળી ગયા છો તો કોફી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો જાણો કોફીના આ ઉપયોગો વિશે.
આ 3 વસ્તુઓમાંથી કોફી ફેસ પેક બનાવો
કોફી અને મધનો ફેસ પેક
કોફી અને મધનો ફેસ પેક ત્વચામાં સેલ્યુલાઇટની ઉણપને દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે કોફીમાં કેફીનની માત્રા સારી હોય છે જે ત્વચાની નીચે રક્ત વાહિકાઓને ફેલાવવા અને બ્લડ સર્કુલેશનમાં સુધારો કરીને સેલ્યુલાઇટની ઉણપને દૂર કરે છે. મધ ત્વચાને અંદરથી મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે. આ સાથે જ ડ્રાય સ્કિનમાંથી છૂટકારો અપાવે છે.
આ ફેસ પેકને બનાવવા માટે મધમાં કોફી અને ગુલાબ જળ નાંખો અને બરાબર મિક્સ કરી લો. હવે આ પેકને તમારા ફેસ પર લગાવો. ત્યારબાદ આ પેકને 15 થી 20 મિનિટ માટે ફેસ પર રહેવા દો અને પછી 2 થી 3 મિનિટ માટે મસાજ કરો. હવે ચોખ્ખા પાણીથી ફેસ ધોઇ લો.
આ ફેસ પેક તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનો રહેશે. આ ફેસ પેક તમે રેગ્યુલર લગાવો છો તો સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જ તમારી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે. આ પેક તમે માત્ર 2 જ મિનિટમાં ઘરે બનાવી શકો છો. આ ફેસ પેક તમે રેગ્યુલર લગાવો છો તો ફેસિયલ કરાવવાની પણ જરૂર પડતી નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)