મકર સંક્રાંતિ પર ખીચડી ખાવાનું મોટું મહત્વ છે. માનવામાં આવે છે કે આ દિવસે ખીચડી ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય છે, જે શનિ, રાહુ અને કેતુ સાથે જોડાયેલી હોય છે. પરંતુ વિચારવા વાળી વાત એ છે કે આ દિવસે ખીચડીમાં માત્ર અડદની દાળ જ કેમ ભેળવવામાં આવે છે. એની પાછળ શું કારણ છે અને શાસ્ત્ર આને કઈ વસ્તુ સાથે જોડીને જુવે છે.
મકર સંક્રાંતિ પર શા માટે ખાવામાં આવે છે અડદની દાળ વળી ખીચડી
કાળી અડદની દાળને શનિ દોષ સાથે જોડીને જોવામાં આવી છે. ત્યાં જ ચોખાને સૂર્ય સાથે જોડીને જોવામાં આવે છે. શનિ સૂર્ય પુત્ર અને આ બંનેનું મિલન તમારા જીવનમાં સૂર્ય અને શનિ વચ્ચે બેલેન્સ લાવે છે. આનાથી એક બાજુ જ્યાં સૂર્ય ખુશ થઇ જાય છે ત્યાં જ શનિ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે.
નવ ગ્રહોનો પ્રસાદ માનવામાં આવે છે ખીચડી
એ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાને નવગ્રહો સાથે પણ જોડવામાં આવ્યું છે. આ દિવસે ખીચડીમાં ઉપયોગમાં લેવાતા ચોખા, અડદ, ઘી, હળદર, પાણી અને મીઠું વગેરે અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલું છે. એનાથી તમામ પ્રકારના ગ્રહ દોષોથી બચી શકાય છે. માટે જીવનમાં બેલેન્સ બનાવી રાખવા અને માનસિક અને શારીરિક શાંતિ માટે ખીચડી ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)